- તસનીમ મીરએ ફ્રાન્સ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી
- અત્યાર સુધીમાં અનેક મેડલ અને ટાઈટલ જીતી મહેસાણાનું નામ રોશન કર્યુ
- તસનીમ મીરે ફ્રાન્સ ખાતે 12મુ આંતરાષ્ટ્રીય બેડમિન્ટન ટાઇટલ જીત્યું
આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમતમાં મહેસાણાનું અને ગુજરાતનું નામ ગુંજતું કરનાર તસનીમ મીરએ ફ્રાન્સમાં આયોજિત ઈન્ટરનેશનલ ચેલેન્જ ટાઈટલ જીતી દેશ અને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. મહેસાણા પોલીસ વિભાગના પોલીસકર્મીની દીકરી તસનીમ મીરએ બેડમિન્ટન સ્પર્ધાઓમાં અત્યાર સુધીમાં અસંખ્ય મેડલ મેળવ્યા છે અને હવે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એક પછી એક મેડલ મેળવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે 12મુ ટાઈટલ જીતી બેડમિન્ટનમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી













