મહેસાણામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય મુકેશ પટેલ ભડક્યા હતાં. તેમણે અધિકારીઓ કામ લટકાવી રાખતા હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત ધારાસભ્યની રજૂઆત અધિકારીઓ નહીં સાંભળતા હોવાની પણ રજૂઆત કરી હતી. તેમણે મોઢેરા રોડ પર વરસાદી લાઈનના કામ અંગે પણ રજૂઆત કરી હતી. કામની ફાઈલો પણ અધિકારીઓ લટકાવી રાખતા તેઓ ભડક્યા હતાં.
અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપવામાં આવી
મહેસાણામાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ રજૂઆતો કરી હતી.આ દરમિયાન ધારાસભ્ય મુકેશ પટેલ અધિકારીઓ કામને લટકાવી રાખતા હોવાથી ભડક્યા હતાં. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓને કહ્યા બાદ પણ કામ થતુ નથી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી.
પદાધિકારીઓ તરફથી અનેક પ્રશ્નોની રજૂઆતો કરાઈ
આ બેઠકમાં પદાધિકારીઓ તરફથી અનેક પ્રશ્નોની રજૂઆતો કરાઈ હતી. જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવા સૂચના અપાઈ હતી. સમય મર્યાદામાં તમામ પ્રશ્નોનો નિકાલ થાય તેવી કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને તાકિદ કરી હતી. આ બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલ અરજીઓ,સરકારી નાણાંની વસૂલાત,બાકી ઓડીટ પેરા,પડતર કાગળોની સ્થિતિ,પેન્શનના કેસો અંગે ચર્ચા કરાઈ હતી.