- મહેસાણાના થોળમાં જૈન પ્રતિમાઓ મળી આવી
- ખોદકામ દરમિયાન 15 કરતા વધારે પ્રતિમા મળી
- જૈન શ્રેષ્ઠીઓ પ્રતિમા જોવા પહોંચ્યા
મહેસાણા જિલ્લામાંથી જૈન પ્રતિમાઓ મળી આવી છે. મહેસાણા જિલ્લાના થોળ ગામમાં પુરાતન કાળ સમયની જૈન પ્રતિમાઓ મળી આવી છે. ખોદકામ કરવા દરમિયાન ગામમાંથી 15 કરતા વધારે જૈન પ્રતિમા મળી છે અને સાથે એક ગણેશજીની પ્રતિમા પણ મળી આવી છે. ત્યારે હાલમાં જૈન શ્રેષ્ઠીઓ પ્રતિમાઓ જોવા માટે ગામમાં પહોંચ્યા છે. થોડા વિસ્તારમાંથી મળેલી આ 15થી વધુ પ્રાચીન મૂર્તિઓ મૂર્તિ કેટલી પૌરાણિક છે તે અંગે પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે.
થોડા દિવસ પહેલા પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થઈ હતી
થોડા દિવસ અગાઉ જ પંચમહલના પાવાગઢ ખાતે આવેલ પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા અને બીજી તરફ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા જૈન સમાજએ માગ કરી હતી. અલગ-અલગ જિલ્લાઓમાંથી જૈન સમાજના લોકો એકઠા થયા હતા.
મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજે કરી હતી માગણી
પાવાગઢ, વડોદરા, સુરત અને બોમ્બે સહિત રાજ્યના અલગ અલગ સ્થળોએ જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા અને પાવાગઢ ખાતે નિજ મંદિર જવાના જુના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ વધ્યો હતો અને મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજની માગણી છે. સમગ્ર ઘટનાને લઈ જૈન સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી હતી અને આસપાસના CCTVના આધારે પોલીસે તપાસ કરી હતી.









