- નળસરોવર માર્ગ પર અમદાવાદ જિલ્લા SOG ટીમની કાર્યવાહી
- પોલીસ કુલ રૂપિયા 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- ધોળકાના ઉતેલિયા ગામમાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
વિરમગામના નળ સરોવર પાસેથી બગોદરા તરફ્ જતા માર્ગે એસઓજી ટીમે બાવળાના મેણી ગામમાં રહેતા ઇરફનશા રમજુશા ફ્કીર નામના યુવાનને સોમવારે રાત્રિ સમયે કારમાં નશાકારક કફ્ સિરપના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે કુલ 3,38,393ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઈરફનશા ફ્કીર સહિત ગુનામાં સંડોવાયેલ અન્ય બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસઓજી એએસઆઇ તેજદીપસિંહ અને મહેન્દ્રસિંહને વિરમગામના સચાણાથી નળ સરોવર શાહપુર તરફ્ના માર્ગે રાત્રી સમયે વાહનમાં નશાકારક કફ્ સિરપનો જથ્થો લઈ જવાની બાતમી મળી હતી. જેથી પીઆઇ એન. એચ. સવસેટા સહિત ટીમ શાહપુર નળસરોવર માર્ગ પર તપાસ ગોઠવી દીધી હતી. દરમ્યાનમાં નશાકારક કફ્ સિરાપનો જથ્થો ભરેલું એક સ્વિફ્ટ ડીઝાયર વાહન પસાર થતા ઝડપી લેવામા આવ્યુ હતુ.સાથે વાહનમાં સવાર મેણી ગામના ઇરફનશા રમજુશાની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. કુલ 242 નંગ, રૂ. 33,033 કિંમતની નશાકારક કફ્ સીરપ બોટલ સાથે વાહન, રોકડ મળી કુલ 3,38,393 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ ગુનામાં મિલન કુમાર હર્ષદરાય બારોટ રહે.મહેસાણા તેમજ અજાણ્યો વાહન ચાલક મળી કુલ ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી.










