• રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી
  • સુરત, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
  • નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જેમાં આજે રાજયમાં સાર્વત્રિક વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાક 30/40 કિમી રહે તેવી શકયતાઓ છે,સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સારો એવો વરસાદ પડી શકે છે.

આજે કયા પડી શકે છે ભારે વરસાદ

[[$googlead]]

અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દમણ, દાદરાનગર હવેલી,નર્મદા, ભરૂચ,ડાંગ, તાપી,ભાવનગર, અમરેલી,પાટણ, મહેસાણા,સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ,વડોદરા, છોટાઉદેપુર,જૂનાગઢ, ગીરસોમનાથ,કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઓફસોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

આજે કયા પડી શકે છે મધ્યમ વરસાદ

અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર,ખેડા, આણંદ,અરવલ્લી, પંચમહાલ,મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે ખેડૂતોના પાકને પણ રાહત થશે અને સારૂ વાવેતર કરવુ હશે તો શકય થશે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

રાજયમાં 24 કલાકમાં 172 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામા વરસાદ નોંધાયો છે,જેમાં સૌથી વધુ વાપીમાં પોણા 7 ઇંચ વરસાદ નોંધાયો છે.કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ,પારડી, ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,ઉમરગામમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,જામનગરના જોડીયામાં 2 ઇંચથી વધુ વરસાદ,છોટાઉદેપુર, નવસારીમાં 2-2 ઇંચ વરસાદ,ખેરગામ, જલાલપોરમાં 2-2 ઇંચ વરસાદ,વાલોડ અને બારડોલીમાં 2-2 ઇંચ વરસાદ,સોનગઢ, ડાંગ અહવામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.


  • Follow us on: