- આવતીકાલથી લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડી શકે
- લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા ઠંડીનું જોર વધશે
- ઉત્તરીય પવનોને લીધે બેવડી ઋતુનો કરવો પડશે અહેસાસ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે કે આવતીકાલથી લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે. તથા લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા ઠંડીનું જોર વધશે. ઉત્તરીય પવનોને લીધે બેવડી ઋતુનો અહેસાસ કરવો પડશે. રાજ્યમાં દિવસે 36 ડિગ્રી, રાતે 21 ડિગ્રી આસપાસ રહેશે.
બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે
બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે. ગઈકાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતુ. રાત્રે અમદાવાદનું લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતુ. બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ સાત દિવસમાં વરસાદ વરસવાની કોઇ સંભાવના નથી. આ સાથે તાપમાનમાં પણ કોઇ મોટો ફેરફાર થાય એવું લાગતુ નથી. આગામી બે દિવસમાં એકાદ ડિગ્રી તાપમાન નીચે આવી શકે છે.
મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચરમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી
રાજ્યમાં મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચરમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. તેમણે શહેરના તાપમાન અંગે જણાવ્યુ કે, અમદાવાદમાં 36-37 ડિગ્રી તાપમાન અમદાવાદમાં રહેવાની શક્યતા છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી સેલ્શિયસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ તાપમાન યથાવત રહેવા પાછળનું કારણ જણાવતા કહ્યુ કે, આ ટ્રાન્જેશન મહિનો હોવાથી તાપમાન યથાવત રહેશે. બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે. દિવસે 36 ડિગ્રી જ્યારે રાતે 21 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.









