• રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઉંચકાશે
  • આવતીકાલથી રાજ્યમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે
  • વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સના કારણે બેવડી ઋતુનો અનુભવ

ગુજરાતીઓ ગરમીથી શેકાવા તૈયાર રહેજો. જેમાં હવામાન વિભાગે વાતાવરણ અંગે આગાહી કરી છે. તેમાં રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઉંચકાશે. આવતીકાલથી રાજ્યમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની

રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે. તથા રાજ્યમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેમજ રાજકોટ, અમરેલી અને કેશોદમાં તાપમાન 34 ડિગ્રી પર છે. હવામાન વિભાગની વાતવરણ અંગે આગાહી છે કે રાજ્યવાસીઓએ ગરમીથી શેકાવવા તૈયાર રેહવું પડશે. રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઉંચકાશે. આવતીકાલથી રાજ્યમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાવવાનું હોવાથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે

ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. તાપમાન અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ કે, અમદાવાદ લધુત્તમ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગાંધીનગરમાં લઘુત્તમ 16.4 અને મહત્તમ 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. 

  • Follow us on: