• રાજયના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં વરસાદને ઓરેન્જ એલર્ટ
  • 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

[[$googlead]]

ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડયો છે. હવામાન વિભાગે નવી આગાહી કરી છે જેમાં આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 14 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડશે

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરાઈ છે.આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિવારના દિવસે બનસાકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંટા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં ભારે પવન સાથે વરસાદ પડશે.


  • Follow us on: