• 48 કલાક બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે
  • હાલ સામાન્યથી 5 ડિગ્રી તાપમાન વધુ
  • ભારે ઉકળાટનું કારણ આબોહવા પરિવર્તન


ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. તથા 48 કલાક બાદ 2થી 3ડિગ્રી તાપમાન ઘટશે. તેમજ હાલ સામાન્યથી 5 ડિગ્રી તાપમાન વધુ છે. તેથી રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થાય છે. તથા શિયાળામાં ઠંડી ગાયબ થવા લાગી છે.

ભારે ઉકળાટનું કારણ આબોહવા પરિવર્તન
ઉલ્લેખનીય છે કે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસર જોવા મળી છે. તેથી ઠંડીનું પ્રમાણ વધવાની જગ્યાએ ઘટી રહ્યું છે. તથા શિયાળામાં પણ દિવસે ભારે ઉકળાટ જોવા મળ્યા છે. તેમજ ઓફિસોમાં તો એસી ચાલુ થઇ ગયા છે. ભારે ઉકળાટનું કારણ આબોહવા પરિવર્તન છે. તથા દિવસે ગરમી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે.

ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ગરમી તો રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી જેથી હવે ધીરે-ધીરે તાપમાનનો પારો ગગડશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. હાલ વાતાવરણમાં ભેજ હોવાથી તાપમાનનો પારો ઊંચકાયો હતો જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થતો હતો. જો કે હવે ફરી ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાવવાની શરૂવાત થતાં ઠંડીનો અનુભવ થશે. તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી જેટલો ગગડશે તેવી સંભવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ બાદ ઠંડી વધવાની શરૂઆત થઇ શકે છે.

  • Follow us on:

[[$googlead]]