•  બે ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહી
  • બાદમાં મહત્તમ-લઘુત્તમ તાપમાનમાં એકાદ ડીગ્રી ઘટશે
  • અમદાવાદમાં મહત્તમ તાપમાન 36-37 ડીગ્રી રહી શકે

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નહીં. તેમજ બે ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહી. બાદમાં મહત્તમ-લઘુત્તમ તાપમાનમાં એકાદ ડીગ્રી ઘટશે. તથા અમદાવાદમાં મહત્તમ તાપમાન 36-37 ડીગ્રી રહી શકે છે. તેમજ લઘુતમ તાપમાન 20થી 22 ડિગ્રી રહેવાની શક્યતા છે.

નવેમ્બર-ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળશે

[[$googlead]]

નવેમ્બર-ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળશે. તથા સૌરાષ્ટ્રમાં મહત્તમ-લઘુતમ તાપમાન વધુ રહેશે. જેમાં ડિસેમ્બરમાં કોલ્ડ વેવની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. હાલ રાજ્યમાં ડબલ સીઝન ચાલી રહી છે. રાજ્યમાં આગામી 15 દિવસ આવું જ મિશ્ર વાતાવરણ જોવા મળશે. પરંતુ શિયાળો મોડો આવશે. આવામાં ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે.

[[$alsoread]]

આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ આવશે

આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે. 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગર માં મજબૂત બનશે. આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે. આ ચક્રવાત ને લઈ ગુજરાતમાં પણ વાદળ વાયુ જેવું વાતાવરણ સર્જાશે.

  • Follow us on: