• મેટ્રો દ્વારા અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્પે. પેપર ટિકિટની વ્યવસ્થા થઈ

  • AMTS દ્વારા 17 રૂટ પર વધારાની બસો ચલાવાશે
  • મેટ્રોના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં IPLની 24 અને 31 માર્ચ તેમજ 4 એપ્રિલે એમ 3 મેચો રમાવાની છે. તેને પગલે મેટ્રો અને AMTS દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. મેટ્રોના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. GMRC મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારે 6.20થી રાત્રે 12 વાગ્યા સુધી મેટ્રો દોડાવશે. મેચ પૂર્ણ થયા બાદ ટિકિટ માટે લાંબી લાઇનો ન લાગે તે માટે સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરાઈ છે. આ ટિકિટનો દર મુસાફર દીઠ ફિક્સ રૂ. 50 રહેશે. તેનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મુસાફરી માટે કરી શકશે. આ બંને સ્ટેશન પર અગાઉથી સવારે 8 વાગ્યાથી સ્પેશિયલ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે. ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ અને સ્માર્ટ કાર્ડ સાથેની એન્ટ્રી રાતે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

જ્યારે AMTS દ્વારા હયાત 12 રૂટ ખાતે 71 બસો તેમજ નાઇટમાં પાંચ રૂટની 20 બસો મળી કુલ 17 રૂટ પર વધારાની 91 બસો મૂકાશે. 24મી રાત્રે 10થી 12, 31મીએ સાંજે 7.30થી રાત્રે 9.30 અને 4 એપ્રિલે રાત્રે 10થી 12 વાગ્યા સુધી 20-20 બસો દોડશે. નાઇટ રૂટમાં મોદી સ્ટેડિયમથી વાસણા, આરટીઓ, ગાંધીધામ, પાલડી, મણિનગર, આરટીઓ, સુભાષબ્રિજ, દિલ્હી દરવાજા, રાયપુર, રખિયાલ, અચેર ડેપો સ્ટેડિમથી નારોલ, મોટેરા, ભાટગામ, ઇન્દિરા બ્રિજ, ગેલેક્સી, નરોડા પાટિયા, કૃષ્ણનગર, સીટીએમ તેમજ અચેર ડેપો સ્ટેડિયમથી ઉજાલા સર્કલ, વિસત સર્કલ, ચાંદખેડા, ઝુંડાલ સર્કલ, વૈષ્ણદેવી સર્કલ, ગોતા સર્કલ, થલતેજ, ઇસ્કોન સર્કલ રૂટનો સમાવેશ થાય છે.


  • Follow us on: