• ન્યૂયોર્કે આ મેચ 7 વિકેટે જીતી લીધી
  • નિકોલસ પૂરને 40 બોલમાં સદી ફટકારી
  • કેપ્ટન નિકોલસ પૂરને ઇનિંગ્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

મેજર લીગ ક્રિકેટ 2023ની ફાઈનલ મેચ 31 જુલાઈના રોજ ડલાસમાં ખાતે MI ન્યૂયોર્ક અને સિએટલ ઓર્કાસની વચ્ચે રમાઈ. ફાઈનલમાં સિએટલને હરાવીને એમઆઈ ઓપનિંગ સીઝનમાં જ ચેમ્પિયન બની હતી અને ટાઇટલ જીત્યું હતું. ન્યૂયોર્કે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. તે જ સમયે ટીમની આ જીતમાં કેપ્ટન નિકોલસ પૂરને ઇનિંગ્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેની જબરદસ્ત ઇનિંગ્સે ઓર્કાસને પણ વિચારમાં મૂકી દીધો હતો. પૂરનની તોફાની સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા.

સિએટલ ઓર્કાસે પ્રથમ દાવમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું

એમઆઈના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનું નક્કી કર્યું હતું. આવી સ્થિતિમાં સિએટલની ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 183 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. MI તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી. આ સાથે જ સ્ટીવન ટેલ અને ડેવિડ વીજેને પણ 1-1થી સફળતા મળી હતી.

 

નિકોલસ પૂરને 40 બોલમાં સદી ફટકારી

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ડેશિંગ વિકેટ-કીપર બેટ્સમેન અને MI ન્યૂયોર્કના કેપ્ટન નિકોલસ પૂરને ફાઇનલમાં તેની ધમાકેદાર બેટિંગથી કમાલ કરી દીધો હતો. તેણે માત્ર 16 બોલમાં અડધી સદી અને પછી માત્ર 40 બોલમાં સદી ફટકારી હતી. ટી20 ફ્રેન્ચાઇઝી લીગની ફાઇનલમાં આ સૌથી ઝડપી સદી છે. પુરને 249.9ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા માત્ર 55 બોલમાં 137 રન ફટકાર્યા હતા. તે અંત સુધી અણનમ રહ્યો. પુરને તેની ઈનિંગમાં કુલ 10 ચોગ્ગા અને 13 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. MIની જીતમાં પૂરનની ઇનિંગ્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


MI ન્યૂયોર્કે 16 ઓવરમાં જીતી મેચ

MI ન્યૂયોર્કે નિકોલસ પૂરનની સદીની મદદથી માત્ર 16 ઓવરમાં 184 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. પૂરન ઉપરાંત શયાને 10, ડેવાલ્ડ બ્રુઈસે 20 અને ટિમ ડેવિડે અણનમ 10 રન બનાવ્યા હતા. સ્ટીવન ટેલર ખાતું પણ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. સિએટલ તરફથી ઇમાદ વસીમ અને વેઇન પાર્નેલને એક-એક વિકેટ મળી હતી.

  • Follow us on: