• ભાઈચારાના સંદેશ સાથે વીરતાના આધેડની સાઈકલ પર ભારત યાત્રાનો પ્રારંભ

  • ગુજરાતથી પશ્ચિમ બંગાળ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત ભ્રમણ કરશે
  • આ યાત્રા પૂર્ણ થતા 15થી 16 વર્ષ લાગશે

મહેસાણા તાલુકાના વીરતા ગામના યુવકે દેશમાં વધી રહેલા કોમ કોમ વચ્ચેના ભેદ ભરમ દૂર કરવા સાથે બે સમાજો અને સંસ્કૃતિ વચ્ચે ભાઈચારો વધે તે હેતુ અર્થે સાયકલ પર ભાઈચારાના સંદેશા સાથે ભારત ભ્રમણનો પ્રારંભ કર્યો હતો. ગરીબ લોકોની સેવા તો અનેક પ્રકારની સમાજ સેવા સાથે જોડાયેલા આ યુવકને પરિવાર સહીત મિત્રો દ્વારા વીરતાથી પ્રસ્થાન કરાવાયું હતુ.

વીરતાના 49 વર્ષિય દિલીપ જશવંતસિંહ બારોટ ગરીબ લોકોની સેવા ઉપરાંત અનેક પ્રકારની સમાજ સેવા કરી પુણ્ય કમાઈ રહ્યા છે.ત્યારે દેશમા વસતા વિવિધ સમાજો અને કોમ કોમ વચ્ચે વધી રહેલા ભેદભાવને દૂર કરવા ભાઈચારાનો સંદેશ દરેક ભારતીયને પહોંચતો કરવાનો ઉમદા આશય,તો ભારતીય સંસ્કૃતિને દરેક વ્યક્તિના મનમાં ઉજાગર કરવા દેશના દરેક ખૂણે સાયકલ પર એકલા ભારત ભ્રમણનો નિર્ણય કર્યો હતો. દિલીપભાઈ બારોટે તાજેતરમાં પોતાના વતન વીરતા ખાતેથી સાયકલ પર ભારત યાત્રાનો પ્રારંભ કર્યો હતો.પરિવાર સહીત મિત્રો અને ગ્રામજનોએ યુવકને પ્રસ્થાન કરાવ્યું હતુ. ભારત ભ્રમણના પ્રયાસને ગ્રામજનોએ બિરદાવ્યો

વીરતાના યુવક સાયકલ પર ગુજરાતથી પશ્ચિમ બંગાળ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત ભ્રમણ કરશે.આ યાત્રા પૂર્ણ થતા 15થી 16 વર્ષ લાગશે. કોઈ પણના સાથ વિના સાયકલ પર ભારત ભ્રમણના યુવકના પ્રયાસને ગામજનો સહીત આગેવાનોની સારાહના મળી હતી.


  • Follow us on: