- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો
- અમૂલ ગોલ્ડના પ્રતિ લીટર 66 રૂપિયા, તાજાના પ્રતિ લીટર 54 રૂપિયા
- અમૂલ શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયા
ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 3 જૂનથી આ ભાવ વધારો લાગુ થશે. અમૂલ ગોલ્ડના પ્રતિ લીટર 66 રૂપિયા, અમૂલ તાજાના પ્રતિ લીટર 54 રૂપિયા જ્યારે અમૂલ શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.










