ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા બન્યા છે,જેમાં વાત્રક નદીના પટમાં પરીવહન માટે ગેરકાયદેસર રોડ બનાવીને માટીનું ખનન કરી રહ્યાં છે,નદીના પટમાં પાણીનું વહેણ રોકી રસ્તો બનાવ્યો હોવાની વાત સામે આવી છે,તો ખનન માફિયાઓમાં પોલીસનો કે અધિકારીઓનો નથી કોઇ ડર અને ખુલ્લેઆમ રેતી ખનન કરી રહ્યા છે ખનન માફિયાઓ.
મામલતદાર કચેરીથી 500 મીટર જ દૂર છે રસ્તો
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખેડા મામલતદાર ઓફીસની નજીક જ આ રીતે રસ્તો બનાવી દીધો છે,ખેડા જિલ્લામાં વધુ એક નદી ઉપર ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે,નદીમાં પાણીના વહેણને અવરોધીને બ્રિજ બનાવી કરવામાં આવી રહી છે ખનીજની ચોરી,મામાલતદાર કચેરી નજીક આવો બ્રિજ હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળ્યું છે.
એક અઠવાડિયા અગાઉ કરાઈ હતી માટી ચોરી
મહેમદાવાદના ઈયાવા ગામમાં ભૂમાફિયાઓ તળાવની માટી ખનન કરી ફરાર થઈ ગયા હતા. રસ્તા પર આવેલા ગામના તળાવમાં તંત્રની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદે ખનન કરી ખનીજ ચોરી કરાઈ હોવાની સરપંચ અને તલાટીએ તંત્રને રજૂઆત કરી છે.મહેમદાવાદમાં ઈયાવા ગામથી કચ્છઈ ગામને જોડતા રસ્તા પર આવેલા વિસ્તાર પુંદરપુરામાં સર્વે નં.-૨૮૦વાળા તળાવની માટી રાત્રીના સમયે ભૂમાફિયાઓ ખોદીને ફરાર થઈ ગયા છે.
સંદેશ ન્યૂઝના તંત્રને સવાલ અને આ સવાલના જવાબ આપો હવે
શું ખનિજ માફિયાઓ ઉપર અધિકારીઓના હાથ ?
ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કયારે ?
સામન્ય લોકો વિરુદ્ધ કાર્યવાહી તો આ ખનીજ માફિયાઓ સામે કેમ નહીં ?
શું ખનીજ વિભાગ અને ધારાસભ્ય સાથે ખનીજ માફિયાઓની મિલીભગત ?









