• સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ : હર્ષ સંઘવી
  • સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે
  • લોકો નવા વર્ષની પાર્ટી કરે, આપણે સૂર્ય નમસ્કાર કરીશું

સોશિયલ મીડિયામાં વ્યસ્ત લોકોને ગૃહ રાજ્ય મંત્રીની અપીલ છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. આપણે ફિઝીકલ એકસસાઈઝ સાથે સૂર્ય નમસ્કારને જોડીએ. યોગમાં ગુજરાત રોલ મોડેલ બન્યું છે.

લોકો નવા વર્ષની પાર્ટી કરે, આપણે સૂર્ય નમસ્કાર કરીશું

[[$googlead]]

ગુજરાત અને આપણો દેશ કઈક અલગ જ છે. લોકો નવા વર્ષની પાર્ટી કરે, આપણે સૂર્ય નમસ્કાર કરીશું. સૂર્ય નમસ્કાર કરી લોકોને હેલ્ધી રહેવા પ્રેરણા આપીએ છીએ. તમામ લોકોને અંગ્રેજી નવા વર્ષની શુભકામનાઓ છે. દેશનાં ઇતિહાસમાં પ્રથમવાર 18000 થી વધુ ગામો, સ્કૂલો લોકોને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં લોકોએ ભાગ લીધો છે. 15 લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું. આજે વર્ષનો પ્રથમ દિવસ અને સુર્યનું પ્રથમ કિરણ મંદિર પર આવે છે ત્યારે ગુજરાત વિશ્વ વિક્રમ રચવા જઈ રહ્યું છે. ગિનીસ બુકમાં નામ નોંધાવા જઈ રહ્યું છે કે એટલે મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કારમાં ભાગ લઈ રહ્યાં છે.

[[$alsoread]]

લોકોએ સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ

લોકો નવા વરસ ની પાર્ટી કરે ત્યારે આપણે નવા વર્ષે સૂર્ય નમસ્કાર કરીને લોકોને હેલ્થી રહેવા માટે પ્રેરણા આપીએ છીએ. યોગમાં ગુજરાત રોલ મોડેલ બન્યું છે. તમામ નાગરિકોને આહવાન કરું છું કે આપને ફિઝીક્લ એકસસાઈઝ સાથે સૂર્ય નમસ્કારને જોડીએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. ટેકનોલોજીના જમાનામાં લોકો સોશ્યલ મીડિયામાં વ્યસ્ત રહે છે ત્યારે લોકોને આહવાન છે કે લોકોએ સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ.


  • Follow us on: