• અમે તમામ સાચી વાત સાંભળવા તૈયાર છીએઃ હર્ષ સંઘવી
  • યુવરાજની માહિતી પર કામગીરી કરવામાં આવી:સંઘવી
  • ગુનેગારોનું નામ કેમ છૂપાવ્યા તે પણ તપાસનો વિષય

ડમીકાંડ મુદ્દે તાત્કાલિક ધરપકડ અને તપાસની ધમધમાટ ચાલી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસ અંગે નિવેદન આપતાં કહ્યું કે, ડમીકાંડમાં તમામ પર યોગ્ય પગલા લેવાશે અને ગુનેગારોના નામ છુપાવવા એ ખોટું છે જેના કારણે તપાસ થઈ છે અને તેમાં જરૂરી પગલાં ભરવામાં આવશે. આ મુદ્દે કોઈ પણ રાજકારણ કરવામાં આવશે નહીં.

અમે તમામ સાચી વાત સાંભળવા તૈયાર છીએઃ હર્ષ સંઘવી

[[$googlead]]

આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી રાજકારણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું કે, ડમીકાંડને રાજકીય રંગ નહીં આપવામાં આવે. આ વિષય રાજકારણ સાથે જોડાયેલો નથી. અમે તમામ સાચી વાત સાંભળવા તૈયાર છીએ અને યુવરાજે જે પણ માહિતી આપી છે તેના પર પોલીસ કામગીરી કરી રહી છે. પણ જ્યારે યુવરાજે પ્લાન અનુસાર કેટલાંક નામ જાહેર ન કર્યા અને તેના માટે પૈસા મેળવ્યા આ અંગે ગુનો બને છે.

[[$alsoread]]

ગૃહરાજ્ય મંત્રીએ ઉમેદવારોના હિતમાં વાત કરતાં જણાવ્યું કે, કોઈન પણ કાંડમાં છોડવામાં આવશે નહીં. પોલીસે તમામ મામલે તપાસ કરી રહ્યા છે. રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. જેમાં જે પણ માહિતી હશે તેના પર વિગતોની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. કોઈને પણ કાંડમાં છોડવામાં આવશે નહીં.

ડમી કાંડ પર શરૂ થયું રાજકારણ

સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાનું નામ આવ્યા પછી રાજકીય રંગ પકડાયો છે. જેમાં કોંગ્રેસ અને આપ દ્વારા યુવરાજ સિંહના બચાવવામાં સામે આવી રહ્યું છે. તો ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ મામલે જે પણ ગુનેગારો હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. અને યુવરાજે પૈસા લઈને નામ ન જાહેર કરવાનું કૃત્ય કર્યું છે તેના માટેના પોલીસ પાસે CCTV થી લઈ જરૂરી પુરવા રહેલા છે. 

  • Follow us on: