• 40 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા બહાર આવશે
  • નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા જામીન
  • કેસ ચાલે ત્યાં સુધી જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરત
લાંબા સમયથી જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. જેમાં નર્મદા જિલ્લા ડિસ્ટ્રીકટ કોર્ટ જજ એન આર જોશીની કોર્ટમાં ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં નહિ રહેવાની શરતે નર્મદા જિલ્લા કોર્ટે જામીન મંજુર કર્યા છે. 23 જાન્યુઆરીના રોજ જેલ મુક્ત કરવામાં આવશે. ચૈતર વસાવાની પત્નીના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

કોર્ટ દ્વારા જામીન મંજુર સાથેની જે શરતો આપવામાં આવી છે. આ માટે અરજદારે રૂ.1,00,00/- અંકે રૂપિયા એક લાખ પુરાના બે જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા આપવાના રહેશે. તેમજ અરજદાર/આરોપીએ ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જીલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં. જેની સાથે જ અરજદાર નાસી-ભગી જશે નહીં અને તપાસના કામમાં પુરતો સાથ સહકાર આપશે.

ચૈતર વસાવાને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી હાલના અરજદાર નર્મદા તથા ભરૂચ સિવાયના અન્ય કોઈ સરનામાં ઉપર રહેશે અને તે સરનામાની વિગતા તથા મોબાઈલ નંબર રજૂ કરવાના રહેશે. તેમજ તપાસ તથા ટ્રાયલ પૂર્ણ થતા સુધી અરજદારે તપાસ કરનાર અમલદાર તથા ટ્રાયલ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજયની હદ છોડવી નહી.

તો બીજી તરફ અરજદારે આવા કે અન્ય પ્રકારના ગુના ભવિષ્યમાં આચરવા નહીં. અરજદારે પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે અને જો પાસપોર્ટ ના ધરાવતા હોય તા તે અંગેનું જરૂરી સોગંદનામું કરવાનું રહેશે. આરોપીને ત્યારે જ છોડવામાં આવશે કે જો તેઓની બીજા કોઈ ગુનામાં સંડોવણી નહીં હોય.
  • Follow us on: