- ધારાસભ્ય વિમલ ચુડાસમા નાના ધંધાર્થીની વ્હારે
- રિવર્સમાં ના નાખુ તો મારું નામ વિમલ ચુડાસમા નહીં
- અધિકારી, બુલડોઝર, CRF, SRPને રિવર્સમાં નાખીશ
સોમનાથમાં ડિમોલિશન મુદ્દે MLAએ તંત્રને ચીમકી આપી છે. જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા નાના ધંધાર્થીની વ્હારે આવ્યા છે. તેમાં કોળી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે જાહેર પ્રવચનમાં ધારાસભ્યએ આ ચીમકી ઉચ્ચારી છે. જેમાં જણાવ્યું છેકે જબરજસ્તીથી ડિમોલિશન કરનારને રિવર્સમાં નાખીશ. રિવર્સમાં ના નાખું તો મારું નામ વિમલ ચુડાસમા નહીં.
અધિકારી, બુલડોઝર, CRF, SRPને રિવર્સમાં નાખીશ
અધિકારી, બુલડોઝર, CRF, SRPને રિવર્સમાં નાખીશ. ગઈકાલે 144 થી વધુ લારી ગલ્લા અને પાથરણા દૂર કરાયા છે. તેમાં વૈકલ્પિલ જગ્યા ન અપાય તો મામલો ઉગ્ર બનાવાના એંધાણ છે. જો કે વિસ્થાપિત લારી ગલ્લા અને પાથરણા વાળાને વૈકલ્પિક જગ્યા આપવાની વાત થતા હાલ આ મુદ્દે શાંતી છે. પણ જો વૈકલ્પિક જગ્યા નહિ અપાય તો મામલો ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
બે દિવસથી ચાલી રહેલી ડિમોલિશન કામગીરી
સોમનાથ મંદિર પરિસર આસપાસના વિસ્તારમાં સરકારી અને સોમનાથ ટ્રસ્ટની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ સમયે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા નાના વેપારીઓની તરફેણમાં આવ્યા છે. બે દિવસથી ચાલી રહેલી ડિમોલિશન કામગીરીને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નાના વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની વાતને આવકારી હતી. પરંતુ કોઈ પણ વેપારીને જો વહીવટી તંત્ર કે સરકાર તરફથી બિનજરૂરી કનડગત કરવામાં આવશે તો સરકાર સામે બાથ ભીડવા માટે તૈયાર હોવાનું નિવેદન વિમલ ચુડાસમાએ જાહેર મંચ પરથી આપ્યું છે.
સોમનાથ મંદિરની સામે આવેલા નાના ફેરીયાઓને દૂર કરીને જગ્યા ખુલ્લી કરાવી
જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ 144 જેટલા નાના મોટા દબાણ અને સોમનાથ મંદિરની સામે આવેલા નાના ફેરીયાઓને દૂર કરીને જગ્યા ખુલ્લી કરાવી છે. સોમનાથ મંદિરની સામે હમીરજી ગોહિલ પ્રતિમા સર્કલ પાસે નાના ફેરિયાઓ વર્ષોથી રોજગારી મેળવી રહ્યા હતા. હજુ પણ આગામી દિવસો દરમિયાન સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ડિમોલેશન કામગીરી ચાલુ રહે તેવો અંદાજ છે. ત્યારે ડિમોલેશન થતા જ કેટલાય નાના વેપારીઓ બેરોજગાર બન્યા છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા વેપારીઓની પડખે આવ્યા છે. તેમણે જાહેરમંચ પરથી જાહેરાત કરી હતી કે, નાના ધંધાર્થીઓના જીવન સાથે કોઈ પણ પ્રકારના અન્યાય થશે તો સરકાર સામે લડત લડવા માટે માર્ગ પર ઉતરતા અચકાશે નહીં.









