• અભ્યાસ ન હોવાના કારણે ચિત્રોના સહારે વિધાનસભામા આપે છે ભાષણ
  • અબડાસાના ધારાસભ્ય પ્રધયુમનસિંહનો અનોખો પ્રયોગ
  • ટેબલેટમા ચિત્રો દોરી ચિત્રોના આધારે ભાષણ આપે છે ધારાસભ્ય

ઈ વિધાનસભામાં ટેકનોલોજી સાથે તાલ મિલાવતા ધારાસભ્ય નજરે પડ્યા છે. જેમાં અભ્યાસ ન હોવાના કારણે ચિત્રોના સહારે વિધાનસભામાં ભાષણ આપે છે. અબડાસાના ધારાસભ્ય પ્રધયુમનસિંહનો અનોખો પ્રયોગ સામે આવ્યો છે. ટેબલેટમા એ ચિત્રો દોરી ચિત્રોના આધારે ધારાસભ્ય ભાષણ આપે છે.

સરકારને પૂછેલા પ્રશ્નો અને સૂચનાઓ પણ સીધા ધારાસભ્યોના ટેબલેટમાં

[[$googlead]]

13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાની કામગીરી પેપરલેસ થઇ ગઇ છે. અને સંપૂર્ણ કામકાજ ટેબલેટના મારફતે કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાનો ડેટા સંપૂર્ણ સુરક્ષિત રહેશે અને થ્રી લેયર સિક્યુરિટીમાં રાખવામાં આવશે. તમામ ટેકનોલોજીને સુરક્ષિત રાખવામાં આવશે, જેમાં તમામ ધારાસભ્યોને 2 ટેબલેટ આપવામાં આવ્યા છે. જેમાં કોઈ પણ ધારાસભ્ય અન્ય ધારાસભ્યના ટેબ્લેટનો ઉપયોગ કરી શકશે નહીં. જ્યારે ધારાસભ્યો ફેસ-આઈ રીકોગ્નેશન સિસ્ટમથી ટેબલેટનો ઉપયોગ કરી શકશે અને ત્યારે જ તેમની હાજરી પણ પુરાઈ જશે. આ ઉપરાંત વિધાનસભાની તમામ કામગીરી ટેબલેટ મારફતે જ કરવામાં આવશે. જેમાં અધ્યક્ષને પત્ર લખવો, સૂચનો, 116ની નોટિસ, પ્રશ્નોત્તરી, વિભાગના એહવાલ તમામ વસ્તુઓ એક જ ક્લિકમાં ધારાસભ્યોને ટેબલેટમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે સરકારને પૂછેલા પ્રશ્નો અને સૂચનાઓ પણ સીધા ધારાસભ્યોના ટેબલેટમાં આપવામાં આવે છે.

[[$alsoread]]

વધુમાં વધુ 1,000 જેટલા કાર્યકર્તાઓને એક્સેસ આપી શકાય

વિધાનસભાના તમામ સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને આવતા હોય છે અને ગૃહ સમક્ષ મુકતા હોય છે. ત્યારે ગૃહની કામગીરીમાં નાગરિકોનો સમાવેશ થાય અને નાગરિકોનો સહકાર અને ભાગીદારી વધે તે અર્થે ધારાસભ્યોને ગૃહમાંથી વિશેષ વ્યવસ્થા આપવામાં આવી છે. જેમાં ધારાસભ્યો પોતાના કાર્યકર્તાઓને પ્રશ્ન પૂછવા માટેનું ખાસ એક્સેસ આપી શકે છે, જેમાં ધારાસભ્યની પરવાનગી બાદ જે તે પ્રશ્ન વિભાગ અને ગૃહમાં આવી શકે છે. આમ વધુમાં વધુ 1,000 જેટલા કાર્યકર્તાઓને એક્સેસ આપી શકાય તેવી સુવિધાઓ છે. જેથી ગ્રાઉન્ડ લેવલની સમસ્યાઓ અને તકલીફ બાબતે ગૃહને જાણકારી મળી રહે છે. 

  • Follow us on: