- વિદ્યાર્થીઓના થેલામાં રાખેલ મોબાઇલ ગુમ હોવાનું જણાયુ હતું
- વિદ્યાર્થીના થેલામાંથી મોબાઇલની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે
- કોમર્સના સેકન્ડ સેમેન્ટરની એસપીસીસીની પરિક્ષા ચાલુ હતું
બનાવ બે દિવસ પુર્વે સેક્ટર-28 સ્થિત સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રથમ માળે બન્યો હતો. અહિ ગત તા. 10ના રોજ કોમર્સના સેકન્ડ સેમેન્ટરની એસપીસીસીની પરિક્ષા ચાલુ હતું. વિદ્યાર્થીઓ પ્રથમ માળે આવેલ રૂમ નંબર 101, 109, તથા 107માં બેસીને પરિક્ષા આપી રહ્યા હતા. પરિક્ષા હોય વિદ્યાર્થીઓને થેલા પરિક્ષા ખંડમાં લઇ જવાની મનાઇ હતી. આથી તેઓએ રૂમ નંબર 101 આગળ લોબીમાં પોતાના થેલા મુક્યા હતા. પરિક્ષાનો સમયગાળો પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ થેલા તપાસતા તે પૈકી કેટલાક વિદ્યાર્થીઓના થેલામાં રાખેલ મોબાઇલ ગુમ હોવાનું જણાયુ હતું. પ્રાથમિક તપાસમાં કુલ નવ વિદ્યાર્થીઓના થેલામાંથી તેમના મોબાઇલ ગાયબ હતા. જેની બજાર કિંમત 53 હજાર જેટલી થવા જાય છે.










