પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આવતીકાલે રાજ્યના અલગ અલગ જિલ્લામાં મોકડ્રીલ યોજાશે.જેમાં અલગ અલગ એરિયામાં રહેલા સાયરન ચેક કરવામાં આવશે. આ અંગે સિવિલ ડિફેન્સ QR ટીમ અમદાવાદના ઇન્ચાર્જ બ્રિજેશ શાહનું નિવેદન સામે આવ્યું છે.


તૂટક તૂટક સાયરન વાગે તો ઇમરજન્સી સમજવું:બ્રિજેશ શાહ

તમણે જણાવ્યું છે કે,જ્યારે ઇમરજન્સીની સ્થિતિ સર્જાય ત્યારે અલગ અલગ પ્રકારના સાયરન વાગતા હોય છે. આ દરમિયાન જો તૂટક તૂટક સાયરન વાગે તો ઇમરજન્સી સમજવું અને જો કન્ટિન્યું 2 મિનિટ નોર્મલ સાયરન વાગે તો સબ સલામત સમજવું. સાથે જ બ્રિજેશ શાહે જણાવ્યું હતું કે,જ્યારે આવી સ્થિતિ સર્જાતી હોય ત્યારે લોકોને કેવી રીતે મદદ કરવી તેની તાલીમ અમને હોય છે ને અમે લોકોની મદદ કરતા હોય છે

સિવિલ ડિફેન્સ QR ટીમ અમદાવાદના ઇન્ચાર્જ બ્રિજેશ શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, સરકાર દ્વારા બ્લેક આઉટનું કહેવામાં આવે તો લોકોનાં ઘરમાંથી લાઈટ બહારનાં આવવી જોઈએ વિન્ડોમાં પેપર લગાવવા કપડાં લગાવવા અને કેરી મેથડ કેવી રીતે કરવી આ મોકડ્રીલ દરમિયાન લોકોને બતાવવામાં આવશે.

લોકોએ પેનિક થવાની જરૂર નથી:બ્રિજેશ શાહ

140 ડેસિબલનાં આ સાયરન હોય છે અને 2.5થી 3 કિમી સુધીનું આ સાયરન સંભળાતું હોય છે. બ્રિજેશ શાહે લોકોને કહ્યું છે કે, પેનિક થવાની જરૂર નથી આ જાગૃતિ માટે મોકડ્રીલ થવાની છે.સાયરનનાં વિઝ્યુલ અને બાઈટ સાથેનું વોક ઠરું ઉતાર્યું છે

તમને જણાવી દઈએ કે, આવતીકાલે 7 મે 2025ના રોજ દેશના અલગ-અલગ રાજ્યોમાં આંતરિક સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરવા માટે મોકડ્રીલ યોજશે. જેમાં નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામના હુમલાને ધ્યાનમાં લેતા દેશભરમાં મોકડ્રીલનું એક મોટું તાલીમાત્મક આયોજન છે.


  • Follow us on: