ગાંધીનગરમાં આતંકવાદી હુમલાને લઈને મોકડ્રીલ યોજવામાં આવી છે. ગાંધીનગરના સચિવાલય પાસેના મેટ્રો સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હોવાની મોકડ્રીલ યોજવામાં આવી છે. ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હોવાની મોકડ્રીલ યોજવામાં આવી છે. આ મોકડ્રીલ NSG અને ચેતક કમાન્ડોના ઓપરેશન સાથે યોજાઈ છે.
ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમને આતંકવાદી હુમલાનો મેસેજ પણ કરવામાં આવ્યો
મોકડ્રીલને પગલે પોલીસ દ્વારા આસપાસનો તમામ વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે. જો આતંકવાદી હુમલાના સમયે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું અને મોકડ્રીલ યોજવામાં આવી છે. મોકડ્રીલના ભાગરૂપે ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમને આતંકવાદી હુમલાનો મેસેજ પણ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આવતીકાલે 4 વાગ્યે યોજાશે મોકડ્રીલ
તમને જણાવી રાજ્યમાં આવતીકાલે 4 વાગ્યે મોકડ્રીલ યોજાશે. સાંજે 4 વાગ્યે એકસાથે અલગ અલગ ત્રણ પ્રકારના સાયરન વાગશે. સાયરન ન હોય તો તાત્કાલિક લગાવવા સૂચના અપાઈ છે. ગુજરાતમાં 18 જિલ્લામાં 19 સ્થળો પર મોકડ્રીલ યોજાશે. ત્યારબાદ આવતીકાલે સાંજે 7.30 વાગ્યે સમગ્ર રાજ્યમાં અંધારપટ કરાશે અને સાંજે 7.30થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાશે. ઘર, ઓફિસ, મંદિરો, હોટલ અને ટાવરમાં લાઈટ બંધ રાખવા અપીલ કરાઈ છે. પંચાયત વિભાગ દ્વારા મોકડ્રિલની માહિતી અપાશે. સરપંચોના માધ્યમથી મોકડ્રીલની માહિતી અપાશે. ત્યારે ગાંધીનગર SEOC સેન્ટરથી મોનીટરીંગ કરાશે. સમગ્ર ગુજરાતમાં એક જ સમયે મોકડ્રીલ થશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરુમથી મોનિટરિંગ કરાશે અને CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી મોકડ્રીલનું નિરીક્ષણ કરશે.
ગુજરાતમાં 7મેના રોજ 19 સ્થળે થશે મોકડ્રીલ
- અમદાવાદ
- ગાંધીનગર
- સુરત
- વડોદરા
- જામનગર
- ભુજ
- ભાવનગર
- કંડલા
- નલિયા
- અંકલેશ્વર
- ઓખા
- વાડીનાર
- ભરૂચ
- ડાંગ
- કચ્છ
- મહેસાણા
- નર્મદા
- નવસારી
- કાકરાપાર









