મોડાસા તાલુકાના બ્રહ્મપુરી ખાતે રહેતા અને વેપાર કરતા રાજેશભાઈ જાલમભાઈ અંગારીએ ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શુક્રવારે તેઓના ભત્રીજાના લગ્ન હોય જાન હઠીપુરા ગામે ગઈ હતી. તેઓ પણ પરિવાર સાથે કાર લઈને હઠીપુરા ગયા હતા. દરમ્યાન લગ્નમાં ગરબા સમયે તેઓના ભત્રીજા મનિષભાઈનો હાથ હઠીપુરા ગામના એક છોકરાને અડી જતાં તેની અદાવત રાખી હઠીપુરાના પ્રવિણભાઈ ગેમાભાઈ પાંડોર, લાલાભાઈ છગનભાઈ પાંડોર, કિશનભાઈ ઈશ્વરભાઈ પાંડોર અને સમિત્રાબેન ઈશ્વરભાઈ પાંડોરે કાર ઉભી રખાવી ઝઘડો કર્યો હતો અને કારના કાચ તોડી નાખી 4500 રૂપિયાનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી.



  • Follow us on: