• સુરતના ઇનડોર સ્ટેડિયમમાં જનઆશીર્વાદ સંમેલન યોજાયું

  • દેશના નાગરિકો ઘરથી વંચિત નહીં રહે તે માટે મોદી સરકાર કટિબદ્ધ
  • લાખો દેશવાસીઓનું ઘરનું સપનુ મોદી સરકારે પુરુ કર્યુ : સી.આર પાટિલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમીત્તે આજરોજ સુરતના ઇનડોર સ્ટેડીયમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલની હાજરીમાં જન આશીર્વાદ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યુ હતું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના નાગરિકોને 180થી વધુ કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી છે. આ દેશનો એક પણ નાગરિક મકાન વંચિત નહી રહે તે દિશામા મોદી સરકાર ઝડપથી આગળ વધી રહી છે.

જન આશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ફકત ભારતમાં જ નહી વિદેશોમાં પણ થાય છે. આવનારા એક વર્ષમાં દેશના તમામ નાગરિકોને ઘર મળે તેવો કેન્દ્ર સરકારે સંકલ્પ કર્યો છે. કોગ્રેસના સમયમા આપવામા આવેલા ઇન્દિરા આવાસના મકાનો એક લાત મારો તો તુટી જાય એટલા તકલાદી બન્યા હતા. મોદી સરકાર આવા તકલાદી આવાસો કયારેય નહી આપે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા આવાસોમાં લિફટ, પાણી, વીજળી, લાઇટ સહિતની તમામ પાયાની સુવિધાઓ આપવામાં આવી છે. કોગ્રેસે તો મફત મકાન આપવાના નામે લોકો પાસે ફોર્મ જ ભરાવ્યા હતા, પરંતુ લાખો દેશવાસીઓનું ઘરનું સપનુ મોદી સરકારે પુરુ કર્યુ છે. આયુષ્યમાન ભારત, સ્વનિધી યોજના, સુકન્યા સમુદ્ધિ યોજના સહિત 180થી વધુ કલ્યાણકારી યોજનાઓ મોદી સરકારે અમલમાં મુકી છે. રાજયમાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો પ્રયાસ ભાજપના કાર્યકર અને રાજય સરકાર સાથે મળીને કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિન નિમીત્તે આવતીકાલે રાજયમાં બે દિવસ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


  • Follow us on: