- મોહિની કેટરર્સમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ
- ભાદરવી પૂનમના મેળા અગાઉ સેમ્પલ લેવાયા હતા
- આરોગ્ય વિભાગે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા
અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ સામે આવી છે. જેમાં મોહનથાળમાં ભેળસેળ જોવા મળી છે. ત્યારે મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. અંબાજીમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ થતા ભક્તોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમાં પ્રસાદમાં વપરાયેલું ઘી અખાદ્ય હોવાનો ખુલાસો થયો છે.
મોહિની કેટરર્સમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ
મોહિની કેટરર્સમાંથી લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ થયા છે. ભાદરવી પૂનમના મેળા અગાઉ સેમ્પલ લેવાયા હતા. તેમાં આરોગ્ય વિભાગે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. તેમાં અંબાજી મહામેળા દરમ્યાન પ્રસાદ બનાવવા લેવાયેલા ઘી અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘીના સેમ્પલ ફેલ થતા જે પ્રસાદ લોકો દુર દૂર સુધી લઇ જાય છે તે લોકોમાં રોષ ફેલાય છે. જમાં મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે.
10 લાખ રૂપિયાનું 3,336 લીટર ઘી જપ્ત
અગાઉ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા પુણા સીમાડા રોડ ખાતે આવેલી ગોદાવરી પાર્ક સોસાયટીમાં દરોડા પાડી ધરમ એન્ટર પ્રાઈઝ નામની સંસ્થામાંથી સંસ્થા દ્વારા ઉત્પાદિત ઘીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત 10 લાખ રૂપિયાનું 3,336 લીટર ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂડ સેફટી ઓફિસરોએ લીધેલા ઘીના નમુના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી. જેને લઈને ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવનાર છે.









