• રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો
  • હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી
  • રાજ્યના કેટલાંક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટને પગલે સુરતના ઉપરપાડામાં પોણા 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદમાં માત્ર બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે

[[$googlead]]

રાજકોટના આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો જેમાં વરસાદની આગાહી વચ્ચે ધીમીધારે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. તેમાં શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાના મહુડી સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ આવ્યો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં મેઘાવી માહોલ છવાયો છે. તેમજ તાલાલા, સુત્રાપાડામાં ધોધમાર વરસાદ આવ્યો છે. તથા વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થતા ગ્રામ્ય અને શહેરના લોકોને હાલાકી પડી રહી છે. તેમજ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.

[[$alsoread]]

વેરાવળ અને તાલાલામાં ધોધમાર વરસાદ આવ્યો

વેરાવળ અને તાલાલામાં ધોધમાર વરસાદ આવ્યો છે. ગ્રામ્ય અને શહેરમાં સાર્વત્રિક વરસાદ સાથે ભારે પવન, વીજળીના ચમકારા થયા છે. તેમજ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તથા ગીર સોમનાથના વેરાવળ અને તાલાલામા મુશળધાર વરસાદ શરૂ થયો છે. ગીર પંથકમાં પણ મેઘો મહેરબાન થયો છે. કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદ આવ્યો છે. ત્યારે નર્મદામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. યાલ બિતાડા ગામ પાસે નાળાનાં બે ટુકડા થયા છે. મુખ્ય માર્ગોનું ધોવાણ થતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. જીવના જોખમે ખાડી પસાર કરવા લોકો મજબૂર બન્યા છે. જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ ? તેમાં વહેલી તકે આ નાળુ બને તેવી લોક માગ થઇ રહી છે.

વરસાદની આકરી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડ પર

જૂનાગઢના માળીયા હાટીના માંગરોળમાં વરસાદ આવ્યો છે. 2 કલાકથી ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે. માળીયાની મેધલ, લાઠોદરિયોમાં પૂરની સ્થિતિ છે. ભારે વરસાદથી કાલીન્દ્રી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. જેમાં નદિની આસપાસના ગામોને સતર્ક રહેવા જણાવ્યું છે. તથા સ્થાનિકોને સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદની આકરી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડ પર છે.


  • Follow us on: