- 7 જિલ્લામાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદની આગાહી
- વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરાઇ
- 23 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ
હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં રાજ્યમાં 7 જિલ્લામાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથમા અત્યંત ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ
રાજ્યના 23 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. તેમજ દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, બોટાદમા અતિભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, તાપી, ડાંગ, નવસારી,વલસાડમાં અતિભરે વરસાદની આગાહી કરાઇ છે.
આગામી પાંચ-છ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જોવા મળ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આવામાં આજે ફરીથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અંબાજી, ખેડા, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ-છ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી હતી.









