- રાજ્યના 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ
- સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ
- રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા
રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં 64 ટકા જેટલું પાણી છે. જયારે 52 ડેમ પાણીથી 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ છે.
રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઇ છે. રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ થયો છે.ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે.
વરસાદી માહોલ વચ્ચે 206 જળાશયોમાં ભરપૂર પાણીની આવક!
- રાજ્યના 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ
- સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ
- રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા
- 17 ડેમ એલર્ટ પર તો 11 વોર્નિંગ પર મુકાયા
- રાજ્યભરમાં 52 ડેમો 100 ટકા પાણીથી ભરાયા
- રાજ્યના 42 ડેમ 70 થી 100 ટકા પાણી ભરાયા
- રાજ્યના 23 ડેમ 50 થી 70 ટકા પાણીથી ભરાયા
મળતી માહિતી મુજબ, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ થયો છે.ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. રાજ્યના 17 ડેમ એલર્ટ પર તો 11 વોર્નિંગ પર મુકાયા છે. રાજ્યભરના 52 ડેમ 100 ટકા પાણી ભરાયા છે, તો 42 ડેમ 70 થી 100 ટકા પણીથી ભરાયા છે. બીજી બાજુ અન્ય જિલ્લામાં વરસાદ નહીવત પ્રમાણમાં વરસાદ થતા 23 ડેમો 50 થી 70 ટકા પાણી ભરાયા છે.
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહીનો સમય આવી ગયો છે. આજે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બે દિવસ બાદ ફરી અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.









