- પરિપત્ર વિશે અજાણ હોવાનું મોરારીબાપુનું નિવેદન
- વિગતે જાણકારી મેળવ્યા બાદ કહી શકાય: મોરારીબાપુ
- ગુજરાતમાં લીકર પરમિટને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
હાલમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સૌથી મોટી છૂટ આપવામાં આવી છે. જેના મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે.જેને લઈને અનેક ધારાસભ્યો અને લોકો પણ પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ સાથે ગાંધીના ગુજરાતમાં લીકર પરમિટને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે તો ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. હાલમાં આ નિર્ણયને લઈને મોરારીબાપુ સાથે પણ વાત કરવામાં આવી તો જાણો તેઓએ શું કહ્યું.
મોરારીબાપુએ કહ્યું નિર્ણયથી અજાણ
મોરારીબાપુએ કહ્યું કે હું આ પરિપત્ર વિશે અજાણ છું, હું આ વાતની વિગતે જાણકારી મેળવું પછી જ તેના વિશે કંઈ કહી શકીશ, આ પ્રકારનો જવાબ આપીને કંઈ વધુ કહેવાનું તેઓએ ટાળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.









