મોરબીમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરાતા ખનીજચોરી કરતા 6 ડમ્પર ઝડપાયા છે. વાંકાનેરના ભલગામ પાસેથી 6 ડમ્પર સાથે અંદાજીત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ખાણ ખનિજ વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ખનિજ માફીયાઓ સરકારના નિયમોને પોતાના ખિસ્સામાં રાખીને ખનિજ ચોરી કરવામાં પાવરધા છે ત્યારે ૫ોલીસ અને ખાણખનિજ વિભાગે ઓપરેશન હાથ ધરીને પોલીસ તથા ખાણખનિજ વિભાગે 6 ડમ્પરો ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, મોરબીના વાંકાનેરમાં ખનીજચોરી કરતા 6 ડમ્પર ઝડપાયાની પ્રાથમિક માહિતી મળી રહી છે.













