• ગભરામણ થતા જયસુખ પટેલને ખસેડાયો હોસ્પિટલ
  • મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર બાદ રજા અપાઈ
  • જયસુખ પટેલની જામીન અરજી પર આજે ચૂકાદો

ઝુલતા પુલ દુર્ઘટના મામલે જેલમાં રહેલા આરોપી જયસુખ પટેલની તબિયત લથડી હતી. જેલ અધિકારીઓને આ અંગે જાણકારી મળતા જ જયસુખ પટેલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ કરી તેમને રજા આપવામાં આવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ, જેલમાં બંધ જયસુખ પટેલે ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતાં જેલ અધિકારીઓએ જયસુખ પટેલને હોસ્પિટલમાં લઈ ગયા હતા. આજે જયસુખ પટેલની જામીન અરજી પર ફેંસલો આવવાનો છે.

[[$googlead]]

જાન્યુઆરીમાં કોર્ટમાં સરન્ડર કર્યું હતું

[[$alsoread]]

ગત 30મી ઓક્ટોબરના રોજ મોરબીના ઇતિહાસમાં ગોઝારી કહી શકાય તેવી દુર્ઘટનામાં અજંતા - ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં અગાઉ અજંતા - ઓરેવા કંપનીના બે મેનજર, ટિકિટબારી ક્લાર્ક, બે કોન્ટ્રાકટર અને સિક્યુરિટી ગાર્ડ સહીત 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરતા સમયે પૂરતા પુરાવા મળતા અજંતા - ઓરેવા કંપનીના મેનજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને પણ આરોપી જાહેર કરી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસના અનેક પ્રયાસો બાદ પણ જયસુખ પટેલ હાથ લાગ્યા ન હતા. ત્યારબાદ કોર્ટ મારફ્તે પકડ વોરંટ ઈસ્યુ થતા ગત 31 જાન્યુઆરી 2023ના રોજ જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરન્ડર કર્યું હતું.

  • Follow us on: