મોરબી મહાપાલિકા દ્વારા હવે જાહેરમાં કચરો ફેંકનારના ફોટો પણ હોર્ડિંગમાં લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.આ સાથે તેમની સામે દંડનીય કાર્યવાહી પણ યથાવત છે.મોરબીમાં લોકો સ્વચ્છતા રાખવામાં સહકાર આપતા નથી.તેમના માટે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.જે લોકો જાહેર જગ્યાઓ ઉપર યુરીન કરતા હતા અને જે લોકો જાહેરમાં થુકે છે એના ફોટો હોર્ડિંગમાં લગાવામાં આવતા હતા પણ હવે જે લોકો જાહેરમાં કચરો ફેંકે છે તેના પણ ફોટો લગાવાનું શરૂ કરવામાં આવ્યું છે.


શહેરના વિસ્તારોની કમિશ્નરે લીધી મુલાકાત

શહેરના અનેક વિસ્તારની મ્યુન્સિપલ કમિશ્નરે મુલાકાત પણ લીધી છે અને ત્યાંથી ફીડબેક પણ લીધા છે.ત્યારબાદ તમામ પાસેથી જાણવા મળ્યું હતું કે, બધા પાસેથી એવું જાણવા મળ્યું છે કે કચરો કલેક્શન કરવાની ગાડી આવે જ છે.જેથી લોકો કચરો ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં જ નાખે તે જરૂરી છે. ઉપરાંત શહેરમાં જ્યાં જ્યાં કચરો પડ્યો હોય તેવા પોઇન્ટ છે એને પણ ટૂંકમાં હટાવવા માટેના પ્રયાસ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યા છે.



  • Follow us on: