હળવદ પંથકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસે શહેરમાં આવેલી લેકવ્યુ હોટેલમાં જુગારધામ ઝડપીને 20 સામે ગુનો દાખલ કર્યો છે. હળવદમાં ભાજપના નેતાઓની છત્રછાયામાં ચાલતું જુગારધામ ઝડપાયું છે. જેમાં જુગાર રમતા 20 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, હળવદ શહેરમાં આવેલી હોટેલમાં ધોડીપાસાનો જુગારધામ ઝડપાયું છે. હળવદ પોલીસે બાતમીના આધારે શહેરમાં આવેલી લેકવ્યુ હોટેલમાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જુગારધામમાં દરોડા દરમિયાન ભાજપ તાલુકા સંગઠન મંત્રી સહિત 18ની ધરપકડ કરવામાં આવી છે. ળવદમાં ભાજપના નેતાઓની છત્રછાયામાં જુગારધામ ચાલતું હતું. ભાજપ તાલુકા સંગઠન મંત્રી સહિત 18ની ધરપકડ કરાઇ છે. જુગારઘામમાં ભાજપ તાલુકા સંગઠન મંત્રી ભરત વઢરીકીયા ઝડપાયો છે. પોલીસે 2 લાખની રોકડ સાથે 18ને ઝડપ્યા, 2 ફરાર છે. લેકવ્યુ હોટેલમાં જુગારધામ મુદ્દે 20 સામે નોંધાયો ગુનો છે. સમગ્ર મામલે તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, બુટલેગર પંકજ ફરાર છે.
હળવદ પોલીસે શહેરમાં આવેલી લેકવ્યુ હોટેલમાં જુગારધામ ઝડપીને 20 સામે ગુનો દાખલ કર્યો છે. હળવદ ભાજપ તાલુકા સંગઠન મંત્રી ભરત વઢરીકીયા, ગુજરાત પ્રદેશ કિશાન મોરચાનાં સદસ્ય વલ્લભભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પુર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને શિવપુર બેઠકનાં સદસ્ય નિલેશ ગામી અને નામચીન બૂટલેગર પંકજ ગોઠી ફરાર હાલ પોલીસ પકડથી દૂર છે. હળવદ પોલીસે 2 લાખની રોકડ સાથે 18ની કરી ધરપકડ 2 ફરાર છે. હળવદ શહેરમાં આવેલી હોટેલમાં ધોડીપાસાનો જુગારધામને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.









