- SITની ટીમે ત્રણેય આરોપીઓની કરી હતી ધરપકડ
- ઉજવાન ઉર્ફે બબલુ કુરેશી,ઇરફાન ચુગડા,આફતાબ દસાડીયાને જેલ હવાલે કરાયો
- આધારકાર્ડ મેળવી મોબાઈલ નંબર અપડેટ કરી કરતા કૌભાંડ
ભાવનગરમા કરોડાના GST કૌભાંડમા 3 આરોપીને જેલ હવાલે કરાયા છે,જેમા SIT એ 3 આરોપીઓની ધરપકડ કરી છે,મહત્વપૂર્ણ વાત તો એ છે,કે,મધ્યમ વર્ગના નામે બોગસ બિલિંગનો વેપાર કરવામા આવતો હતો.અને આ ત્રણેય આરોપી દ્રારા બોગસ કામ કરવામાં આવ્યા હતા.
આધારકાર્ડથી કૌભાંડ
જીએસટી કૌભાંડમા 3 આરોપીઓને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે,ગરીબ લોકોના આધારકાર્ડ મેળવી મોબાઈલ નંબર અપડેટ કરી,ખોટા જીએસટી નંબર લઈ કૌભાંડ આચરવામાં આવતુ હતુ.તો તમામ આરોપીઓને પાલીતાણા કોર્ટમાં રજૂ કર્યા બાદ આજે જેલ હવાલે કરાયા છે.પોલીસે તમામ લોકોની ગંભીર રીતે પૂછપરછ હાથધરી હતી,આ કોઈ સામન્ય નહી,પરંતુ કરોડો રૂપિયાનુ કૌભાંડ હતુ.
અગાઉ કયા નોંધાઈ ફરિયાદ
ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન,પાલીતણા પોલીસ સ્ટેશન,અમરેલી પોલીસ સ્ટેશનમા જીએસટી કૌભાંડને લઈ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
કોણે SIT બનાવી
રાજકોટ રેન્જ આઈ.જી દ્રારા SITની રચના કરવામા આવી છે.તો અત્યાર સુધી આ કેસમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.









