- પશુપાલન વિભાગે 3 લાખ પશુઓને વેક્સિન આપી.
- જિલ્લાના કોતરવાડામાં ખરવા મોવા રોગ સંપૂર્ણ અંકુશમાં
- એપ્રિલ સુધીમાં ર3 લાખથી વધુ પશુઓને વેક્સિન અપાશે
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં ખરવા મોવાના વાયરસની ઝપટમાં આવતાં બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગ અને બનાસડેરીની સંયુકત ટીમો દ્વારા રોગને કાબુમાં લેવા માટે 450 થી વધુ ટીમ બનાવીને વેક્સિનેશનની કામગીરી હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કારણે દૂધાળા પશુઓ સહિતના પશુઓના મોતના કારણે અસંખ્ય મોત થવાના કારણે પશુપાલકોને ભારે નુકશાન વેઠવું પડયું હતું પરંતુ લમ્પીની ઝપટમાં આવેલ પશુઓના મોત થયા હતા અને તેને રાજ્ય સરકારે નિયંત્રણમાં લેવા પશુપાલકોએ હાશકારો લીધો હતો અને ત્યાં ફરીથી ખરવા મોવાનો રોગ આવતા પશુપાલકોમાં ફરી ધબકારા બેસી ગયા હોય તેવી હાલત બની છે જિલ્લાના સરહદીય વિસ્તારમાં દિયોદર,ભાભર,થરાદ અને પાલનપુર સહિતના તાલુકાઓમાં ખરવા મોવાના રોગથી 15 થી વધુ પશુઓના રોગ થતા આ મામલે બનાસડેરી અને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અલગ અગ ટીમો બનાવી 23.13 લાખ પશુઓને વેક્સિન આપવાની કામગીરી શરુ કરી છે. જેમાં આજ સુધીમાં 3 લાખથી વધુ પશુઓને વેક્સિન અપાઈ ચુકી છે. ખરવા મોવાથી પીડિત પશુઓને તાત્કાલિક સારવાર મળેલ તે માટે કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. જેનો નંબર 02742 252305 સવારના 8 થી સાંજના 7 સુધી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે. ખરવા મોવાના લક્ષણો શુ છે અને કઈ રીતે થાય છે. ખરવા મોવાના લક્ષણો અંગે જિલ્લા પશુપાલક અધિકારી જે.પી.મજેઠીયાના જણાવ્યા અનુસાર મોઢા અને પગની ખરીમાં ચાંદા પડે છે.ઉગ્ર તાવ આવે છે અને પશુ ખાવાનું છોડી દે છે.આ રોગને નિયંત્રણમાં આવતા 8 થી 10 દિવસમાં સંપૂર્ણ સાજુ થાય છે.










