- લોકો જીવના જોખમે સામે કાંઠે પસાર થતા નજરે પડયા
- પંચકુઈ વિસ્તારમાં લોકો ફસાતા ફાયર વિભાગે રેસ્કયું કામગીરી હાથધરાઈ
- મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે એક સવાલ
દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોખમી દ્રશ્યો સામે આવ્યા છે,જેમાં પાણીનો પ્રવાહ વધતા સામાં કાંઠેથી નદી પાર કરતા 40 લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.ગોમતી નદીમાં આ રીતે લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના નદી પાર કરી રહ્યાં છે,નદીમાં પાણી વધી જતા સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કામગીરી હાથધરાઈ છે.અવાર - નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોઈ છે ત્યારે કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે.
અવાર-નવાર બને છે આવી ઘટના
સામે પાર જવા માટે સ્થાનિકો ગોમતી નદીમાંથી પસાર થતા હોય તેવા દશ્યો અનેક વાર સામે આવ્યાં છે આજે પણ 40 જેટલા લોકો નદી પાર કરી રહ્યાં હતા અને અચાનક પાણીનો પ્રવાહ વધતા તેમાં ફસાયા હતા તો ફાયર વિભાગ દ્વારા તમામનું રેસ્કયૂ કરાયું છે અને સલામત રીતે બહાર કાઢયા છે,એક તરફ પોલીસનો બંદોબસ્ત હોય છે તેવુ તંત્ર કહી રહ્યું છે,તો જો પોલીસ બંદોબસ્ત હોય તો આ લોકો કઈ રીતે નદીમાં પ્રવેશ્યા તે પણ એક સવાલ છે.

પહેલા લોકો ઊંટ પર સવારી કરતા હતા
ગોમતી ઘાટમાં ઊંટ પર લોકોને જીવના જોખમે સવારી કરાવાઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. 3 જેટલા ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને જીવના જોખમે સવારી કરાઈ હતી. ગોમતી નદીમાં ઊંટના પગ ડૂબી જાય તેટલું પાણી હોવા છતા જોખમી સવારી કરી હતી.જો ઊંટ પડે તો ઉપર બેસેલા લોકો ડૂબી જાય તેવી પણ ભીતિ હતી. ગોમતી ઘાટ પર ફક્ત નામનો જ પોલીસ બંદોબસ્ત હોય તેવુ લાગી રહ્યું છે. આ અગાઉ પણ જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા હતાં.અવારનવાર જોખમી સવારીના વીડિયો આવતા અનેક સવાલો ઉત્પન્ન થાય છે.










