હીરા ઉદ્યોગ માટે પડ્યા પર પાટું જેવા હાલમાં છે, હીરાની મજૂરીના સતત ઘટી રહેલા ભાવથી જોબવર્કના કારખાનેદાર બેહાલ બન્યા,હીરા જોબવર્કના ૫૦થી વધુ કારખાનાં બંધ કરવાનો આવ્યો વારો, છેલ્લા દોઢ વર્ષથી વિષમ પરિસ્થિતિ ને કારણે દર સપ્તાહે કારખાનાં બંધ થવાનું શરૂ કરવાનો વારો આવ્યો છે, જયારે છેલ્લા અઠવાડિયામાં જ એક સાથે ૮ થી ૧૦ કારખાનાંને તાળાં મારવાની નોબત આવી છે.


[[$googlead]]

જોબવર્ક કરનારા કારખાનેદારોની હાલત દયનીય

વેપારીઓ દ્વારા હીરાની મજૂરીના ભાવમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો હોવાથી જોબવર્ક કરનારા કારખાનેદારોની હાલત દયનીય થવા પામી છે. મજૂરીના ભાવ નક્કી કરવાને લઈ જોબવર્કના કારખાનેદારો દ્વારા શરૂ કરાવેલા અભિયાનને જોઈએ તેવી સફળતા મળી નથી. જેને લીધે હીરા જોબવર્ક કરનારા કારખાનાંઓને તાળાં લાગવા માંડયા છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન જોબવર્કના ૫૦થી વધુ કારખાનાં બંધ પડી ગયા હોવાનું ગુજરાત જોબવર્ક ડાયમંડ એસોસિયેશનનું કહેવું છે.

[[$alsoread]]

છેલ્લા એક અઠવાડિયામાં 10 કારખાનાને તાળા વાગ્યા

જયારે છેલ્લા અઠવાડિયામાં જ એક સાથે ૮ થી ૧૦ કારખાનાંને તાળાં મારવાની નોબત આવી છે અને કારખાનાંનો સામાન વેચવા કાઢવો પડડ્યો છે. દિનપ્રતિદિન પરિસ્થિતિ ખૂબ ભયાનક બની રહી હોવાથી જોબવર્કના કારખાનેદારોની સાથે રત્નકલાકારોની પણ હાલત કફોડી થવા પામી છે. હીરા જોબવર્કના ઘણાં કારખાનાંઓમાં બે-બે રજા રાખવા સાથે કામના કલાકોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે,જેને લીધે રત્નકલાકારો ને પણ યોગ્ય વળતર મળી શકતું નથી.

વેપારીઓ દ્વારા ઓછી મજૂરી આપવામાં આવે છે

મજૂરીના હું ભી ભાવ નક્કી કરાયા પછી પણ પેમેન્ટ આપતી વખતે ઓછા રૂપિયા આપી કારખાનેદારોને કેટલાક વેપારી ત્રાસ આપે છે. જેને લીધે કારખાનેદારોને પોસાતું નહીં હોવાથી કારખાનાં બંધ કરવા પડી રહ્યા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આવું જ ચાલતું રહેશે તો સારા સમયમાં હીરાના કારીગરો મળશે નહી,જોબવર્કના કારખાનાં બંધ થવા પાછળનું મુખ્ય કારણ મજુરીના ઘટેલા ભાવ છે. દોઢ વર્ષ અગાઉ જાડા હીરાના રાઉન્ડ સેપમાં મજૂરી 1800 થી 2400 રૂપિયા હતી. જયારે ફેન્સીમાં ૨૦૦૦થી ૨૮૦૦ હતી અને પાતળી સાઈઝના હીરામાં મજૂરીનો ભાવ રૂ. ૧૨૦૦ હતો. જેમાં વેપારીઓએ ધીરે-ધીરે ઘટાડો કરી રામિડ સેપમાં રૂ ૮૦૦થી ૧૦૦૦, ફેસીમાં ૧૦૦૦થી ૧૪૦૦ અને પાતળી સાઈઝમાં રૂ. ૫૦૦ કરી દીધો છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખાવ કારખાનેદારોએ ભાવ ઘટાડવો જોઈએ નહી.

સુરતમાં જોબવર્કના ૪ હજારની આસપાસ કારખાનાં

ગુજરાત જોબવર્ક ડાયમંડ એસોસિયેશનના આગેવાનોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, સુરતમાં જોબવર્કના ૪ હજારની આસપાસ કારખાનાં છે. વેપારીઓનો લેસ 6માં વેચાતો માલ હવે લેસ 4માં વેચાઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ અગાઉ હીરાના વેચાણમાં ૬ ટકા રકમ કાપવાનો ધારો હતો. તે હવે ઘટીને ૪ ટકા થઈ ગયો છે. છતાં કેટલાક વેપારી કારખાનેદારોની જોબવર્કની મજુરી ઘટાડી રહ્યા છે. યોગ્ય વળતર નહીં મળવાને લીધે કારખાનાના મેન્ટેનન્સમાં મુશ્કેલી આવી રહી છે. ઘણા કારખાનેદાર કારીગરોને સાચવા માટે ખોટ ખાઈને પણ ધંધો કરી રહ્યા છે. જ્યારે કેટલાક જોબવર્ક કરનારા કારખાના બંધ કરવાનું મુનાસિબ માની રહ્યા છે.

.

  • Follow us on: