ભારતભરમાં આજે મેડિકલ પ્રવેશ માટે NEET-UGની પરીક્ષા લેવાશે જેમાં રાજ્યના 31 શહેરોમાં NEET-UGની પરીક્ષા લેવાશે સાથે સાથે ગુજરાત રાજ્યના 85 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા અને આ પરીક્ષા દેશના 552 શહેર અને વિદેશના 14 શહેરમાં યોજાશે, દેશમાંથી NEETની પરીક્ષા માટે 23 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન NEET-UGની પરીક્ષા યોજાશે જેમાં 1.30 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાશે નહીં.


[[$googlead]]

બપોરના સમયે લેવાશે પરીક્ષા

NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું 2 લેયરમાં ચેકિંગ કરાશે, જેમાં બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન પરીક્ષા છે ત્યારે બપોરે 11.30થી 1.30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે. સૌપ્રથમ એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને મેટલ-ડિટેક્ટરથી ચેક કરવામાં આવશે. બાદમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશે એ પૂર્વે પોલીસ દ્વારા તેમનું ફિઝિકલ ચેકિંગ થશે. બાદમાં પ્રથમ એક કલાક અને છેલ્લી અડધી કલાક વિદ્યાર્થીઓ વોશરૂમ નહીં જઈ શકે. બાકીના સમય દરમિયાન કોઈ વિદ્યાર્થીઓ વોશરૂમ જાય અને પરત આવે તો તેમનું ફરીથી બાયોમેટ્રિક કરવામાં આવશે.

[[$alsoread]]

સુરેન્દ્રનગર જિલ્લામાં 1334 વિધાર્થીઓ આપશે નીટની પરીક્ષા

સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-નીટ'ની પરીક્ષાનું કુલ પાંચ કેન્દ્રો પર આયોજન કરાયુ છે. જેમાં ૧,૩૩૪ વિદ્યાર્થીઓ નીટની પરિક્ષા આપશે. પરીક્ષા માટે સુરેન્દ્રનગર શહેરમાં ૩ અને ધ્રાંગધ્રા શહેરમાં ૨ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા શહેરમાં ૨ કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાનાર છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવી છે. આ સૂચના અનુસાર, જે લોકોને કેન્દ્રીય વિદ્યાલય ધ્રાંગધ્રા ખાતે કેન્દ્ર હોય તે વિદ્યાર્થીઓએ લેક TCP ગેટ પરથી પ્રવેશ લેવાનો રહેશે. તેમજ વાલીઓએ પોતાનું વાહન મુખ્ય હાઇવે પર પાર્ક નહીં કરતા લેક TCP ગેટ ખાતે પાર્ક કરવાના રહેશે. ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઇવે પર આવેલા ગેટ (ઉમરાવ ગેટ) પર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં જેની ખાસ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.


  • Follow us on: