- 400 દિવસ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ
- અખાત્રીજની વહેલી સવારે તપસ્વીઓએ યાત્રા કરી ઈસુરસથી દાદાનો પક્ષાલ કર્યો : અંદાજે 25 હજાર લોકો હાજર
- અમુક તપસ્વીઓ અખાત્રીજથી પણ તપના મંડાણ કરે છે
પવિત્ર શેત્રુંજય મહાતીર્થ પાલીતાણામાં વર્ષીતપની આરાધના કરનાર 900 થી વધુ આરાધકોએ વર્ષીતપના પારણાં કર્યા હતા. અખાત્રીજના દિવસે ઋષભદેવ ભગવાનનું પારણું થયુ હતુ. ત્યારથી વર્ષીતપ કરવાની પરંપરા શરૂ થઈ છે. વર્ષી તપ એ 400 દિવસ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ રહેલું છે. વર્ષી તપના તપસ્વીઓ ઉપકારી ગુરુવર્યો,સાધુ - સાધ્વીજીઓના શ્રીમુખેથી ફગણ વદ આઠમના તપના પચ્ચખાણ અંગીકાર કરી મંડાણ કરે છે. અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે તપની પૂર્ણાહૂતિ થાય છે.અમુક તપસ્વીઓ અખાત્રીજથી પણ તપના મંડાણ કરે છે. અખાત્રીજ સર્વ શ્રોષ્ઠ મુહૂર્ત પણ ગણાય છે.અક્ષય એટલે જેનો ક્ષય ન થાય તે.અખાત્રીજને યુગાદિ તિથિ અને લોકબોલીમાં અખાત્રીજ કહેવાય છે.
પવિત્ર શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિરાજની જય તળેટી પાસે પારણા ભુવનમાં 900 થી વધુ તપસ્વીઓના ગીતાંજલિ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ બોરીવલી મુંબઈ દ્વારા સમૂહ પારણાનો લાભ લીધો હતો. જેમાં કુલ 1018 તપસ્વીઓના પારણા નોંધાયા હતા.










