• પોર્ટુગલની ટીમ 1676.56 પોઈન્ટ સાથે 9માં સ્થાને
  • મોરોક્કોની ટીમ 1563.5 પોઈન્ટ સાથે 22માં સ્થાન પર
  • મોરોક્કોની ટીમની આ ઈતિહાસની પહેલી કવાર્ટર ફાઈનલ મેચ હતી

આજે 10 ડિસેમ્બરના રોજ રાત્રે 8.30 કલાકે કતારના અલ થુમામા સ્ટેડિયમમાં પોર્ટુગલ અને મોરોક્કોની ટીમ વચ્ચે ત્રીજી કવાર્ટર ફાઈનલ મેચ શરુઆત થઈ હતી. મોરોક્કોની ટીમની આ ઈતિહાસની પહેલી કવાર્ટર ફાઈનલ મેચ હતી. આ મેચમાં રોનાલ્ડોની પોર્ટુગલ ટીમ જીત માટે દાવેદાર માનવામાં આવી રહી હતી. પણ મોરોક્કોની ટીમે આ મેચમાં ઐતિહાસિક જીત મેળવીને આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી હતી. આ જીત સાથે જ મોરોક્કો સેમી ફાઈનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો છે. વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલી મેચ રમી રહેલી મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપ 2022માં એક પણ મેચ હારી નથી. આ આફ્રિકન ટીમનો વિજય રથ હવે સેમી ફાઈનલ સુધી પહોંચ્યો છે. ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી કવાર્ટર ફાઈનલમાં જીતનાર ટીમ બીજી સેમી ફાઈનલ મેચમાં મોરોક્કો સામે ટકરાશે. આ પહેલા ક્રોએશિયા અને આર્જેન્ટિનાની ટીમ સેમી ફાઈનલમાં પહોંચી છે.

પોર્ટુગલ વર્લ્ડકપમાંથી બહાર 

આ રોમાંચક મેચના પ્રથમ હાફમાં Youssef En-Nesyri એ 42મી મીનિટમાં ગોલ કરીને મોરોક્કોની ટીમને રમતમાં લીડ આપવાની હતી. પ્રથમ હાફના અંત સુધીમાં સ્કોર 1-0 સાથે મોરોક્કોના પક્ષમાં રહ્યો હતો. મેચની 51મી મીનિટે આજની મેચમાં એન્ટ્રી કરીને પોર્ટુગલના રોનાલ્ડો એ મોટા રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે 196 મેચમાં ઉતરીને પોર્ટુગલ તરફથી સૌથી વધારે મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી હતી. મેચના બીજા હાફમાં પોર્ટુગલની ટીમે સ્કોરને 1-1 કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ રોનાલ્ડો સહિતના ખેલાડીઓ ગોલ કરવામાં અસફળ રહ્યા હતા. 90 મીનિટના અંતે મેચમાં વધારાની 8 મીનિટ ઉમેરવામાં આવી હતી. આ 8 મીનિટમાં પોર્ટુગલના ફેન્સ એક ગોલ માટે પ્રાર્થના કરી રહી હતા. 8 મીનિટના સમય બાદ પણ મેચમાં એક પણ ગોલ પોર્ટુગલ તરફથી ન થતા પોર્ટુગલની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.

રોનાલ્ડોનો રેકોર્ડ બરકરાર, પોર્ટુગલનો રેકોર્ડ તૂટયો

મેચની 51મી મીનિટે મેદાન ઉતરેલા રોનાલ્ડો નોકઆઉટ મેચમાં ગોલ કરવામાં ફરી નિષ્ફળ ગયો હતો. તે 8 નોકઆઉટ મેચના ઈતિહાસમાં આજ સુધી એક પણ ગોલ કરી શક્યો ન હતો. આ મેચમાં હાર સાથે પોર્ટુગલની ટીમ વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર કવાર્ટર ફાઈનલ મેચ હારી છે.

પોર્ટુગલ અને મોરોક્કોની ટીમના રેકોર્ડ

પોર્ટુગલની ફૂટબોલ ટીમ 8 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 34 મેચમાંથી 17 મેચમાં આ ટીમે જીત મેળવી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ ગોલ 61 ગોલ કર્યા છે. આ ટીમ 1 વાર ત્રીજા સ્થાન પર રહી (1966) અને 1 વાર ચોથા સ્થાન પર રહી (2006) છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચમાં આ ટીમે 4 મેચમાં જીત મેળવી છે અને 1 મેચમાં હારનો સામનો કર્યો છે. રોનાલ્ડોના નેતૃત્વવાળી પોર્ટુગલની ટીમ ફાઈનલ સુધી પહોંચવા માટે મેદાન પર ઉતરશે. મોરોક્કોની ટીમ 6 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. આ ટીમ વર્લ્ડકપની 19 મેચમાંથી માત્ર 4 મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 18 ગોલ કર્યા છે. વર્લ્ડકપ ઇતિહાસમાં પ્રથમ વાર આ ટીમ ક્વાર્ટર ફાઇનલ મેચ રમી રહી છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચમાં આ ટીમની એક મેચ ડ્રો રહી હતી, જ્યારે 4 મેચમાં જીત મેળવી હતી. મોરોક્કોની ટીમ આ ફિફા વર્લ્ડકપ 2022માં એક મેચ હારી નથી.

પોર્ટુગલ અને મોરોક્કોની ટીમો

હેડ ટુ હેડ મેચ રેકોર્ડ:

બંને ટીમો વચ્ચે વર્લ્ડકપમાં 2 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમો એ 1-1 મેચમાં જીત મેળવી છે.

નોકઆઉટ મેચમાં બંને ટીમોનું પ્રદર્શન:

રોનાલ્ડોની પોર્ટુગલની ટીમ વર્લ્ડકપની ફાઈનલમાં ક્યારે નથી પહોંચી. વર્લ્ડકપમાં રમાયેલી 7 નોકઆઉટ મેચમાં 3 મેચમાં પોર્ટુગલની ટીમે જીત મેળવી હતી. જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. મોરોક્કોની ટીમ વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર કવાર્ટર ફાઈનલ મેચમાં પહોંચી છે. વર્લ્ડકપ ઈતિહાસમાં મોરોક્કોની ટીમ માત્ર 1 નોકઆઉટ મેચ રમી છે. જેમાં તેનો પરાજય થયો હતો.

  • Follow us on: