• સપ્તાહમાં સામાન્ય બીમારીના 1056 કેસ
  • શરદી, ઉધરસના નવા 822 કેસ
  • 207 કોમર્શિયલ અને 37 આસામીને નોટિસ

રાજકોટમાં રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. જેમાં શહેરમાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુ ,ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં બેકાબૂ રોગચાળાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે. રાજકોટ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.

આ સાથે જ સતત વકરી રહેલા રોગચાળાને કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે વધુ એક યુવકનું ઝાડા ઉલટીને કારણે મોત થતાં હાહાકાર મચ્યો છે. બે દિવસથી સારવાર લઇ રહેવા યુવકનું ઝાડા ઉલટીને કારણે મોત થયું હોવાનું સામે આવ્યુ છે.

[[$googlead]]

રોગચાળાને કારણે વધી રહેલી મોતની સંખ્યાને લઇ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલી રોગચાળાની કેસની વાત કરીએ તો એક જ અઠવાડિયામાં શહેરમાં શરદી અને ઉધરસના 822 કેસ નોંધાયા છે. તો તાવના 54 અને ઝાડા ઉલટીના 180 કેસ સામે આવ્યાં છે. જ્યારે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના આઠ આઠ અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે.

[[$alsoread]]

છેલ્લા થોડાં સમયથી રાજ્યભરમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં વિવિધ સ્થાનો પર રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા ફોગીગ કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ વિવિધ કેસોની સામે મનપા દ્વારા પણ તહેવાર પહેલાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: