• કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો
  • 2021ની સરખામણીએ 2022માં અકસ્માતમાં વધારો
  • 1 વર્ષમાં રોડ અકસ્માતમાં 7618 લોકોએ જીવ ગુમાવ્યા
દેશમાં રોડ અકસ્માતમાં ગુજરાત 9માં ક્રમે છે. જેમાં રોડ એક્સિડન્ટ ઇન ઇન્ડિયા રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે. 2021ની સરખામણીએ 2022માં અકસ્માતમાં વધારો થયો છે. 2022માં રોડ અકસ્માતમાં 12 ટકાનો વધારો થયો છે. 1 વર્ષમાં રોડ અકસ્માતમાં 7618 લોકોએ જીવ ગુમાવ્યા છે.

હેલ્મેટ ન પહેરવાથી અને સીટ બેલ્ટ ન હોવાથી સૌથી વધુ મોત થયા
હેલ્મેટ ન પહેરવાથી અને સીટ બેલ્ટ ન હોવાથી સૌથી વધુ મોત થયા છે. જેમાં કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 'રોડ એક્સિડન્ટ ઇન ઇન્ડિયા' રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં 2021 કરતા 2022માં રોડ અકસ્માતમાં 12 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં રોડ અકસ્માતમાં 7618 લોકોએ એક વર્ષમાં જીવ ગુમાવ્યા છે. તેમાં દેશમાં રોડ અકસ્માતમાં ગુજરાત 9માં ક્રમે છે.

અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો
ગુજરાત રાજ્ય અને અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ પણ રોડ અને હાઇવે મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા આંકડાઓ ચોંકાવનારા હતા. ગુજરાત અને અમદાવાદના આંકડાઓ વધારે ચોંકાવનાર સામે આવી રહ્યા હતા. વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં અમદાવાદમાં રોડ અકસ્માત અને મૃત્યુમાં વધારો થયો છે. પાછલા વર્ષની સરખામણીએ 19 ટકાનો થયો વધારો છે. તો ગુજરાતમાં વર્ષ 2020ની સરખામણીએ 2021 માં અકસ્માતમાં 13 ટકાનો અને મૃત્યુમાં 21 ટકાનો વધારો થયો છે.

રાજકોટ અને વડોદરામાં અકસ્માતની સંખ્યા ધટી
અગાઉ કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં સામે આવેલ આંકડાઓ મુજબ અમદાવાદમાં વર્ષ 2020માં 1185, 2021માં 1,433 અકસ્માત થયા છે. જેમાંથી વર્ષ 2020માં 340 તો 2021માં 404 મોત થયા હતા. જ્યારે વર્ષ 2020માં 786 અને વર્ષ 2021માં 1,062 લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા. 50 લાખથી વધારે વસતી ધરાવતા શહેરોમાં અકસ્માત અને મોતમાં દેશમાં અમદાવાદ 2020માં 14મા ક્રમે હતું. જે 2021માં 11 ક્રમે આવ્યુ હતુ. જ્યારે રાજકોટ અને વડોદરામાં અકસ્માતની સંખ્યા ધટી હતી.
  • Follow us on:

[[$googlead]]