• યુવતી માતા સાથે દવા લેવા ઘરે આવતી હતી ત્યારે બનાવ બન્યો

  • વાસણા એએમટીએસ બસ સ્ટેન્ડ સામે પૂરઝડપે આવી રહેલ એએમટીએસ બસે એક્ટિવાને ટક્કર મારતા મોત થયું હતું
  • જ્યારે પુત્રી ઈજાગ્રસ્ત બની હતી.

વાસણામાં 45 વર્ષીય ભાનુબેન વાઘેલા તેમના પતિ, પુત્ર અને બે પુત્રી સાથે રહેતા હતા. શનિવારે રાત્રીના સમયે ભાનુબેનને દવા લેવી હોવાથી તેમની 18 વર્ષીય પુત્રી હિરલ સાથે એક્ટિવા પાછળ બેસીને વાસણા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ગયા હતા. જ્યાંથી તેઓ દવા લઈને ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે એએમટીએસ બસ સ્ટેન્ડ સામે પૂરઝડપે આવી રહેલી એએમટીએસ બસે એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી હિરલ તથા ભાનુબેન જમીન પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ એએમટીએસ બસનો ચાલક બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના લોકો ભેગા થતા હિરલ અને ભાનુબેનને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ભાનુબેનનું મોત નિપજ્યુ હતુ. આ અંગે એમ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર એએમટીએસના ડ્રાઇવર સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.


  • Follow us on: