• પાલનપુરમાં આબુ હાઈવે પર હાલાકી, હાઈવેના અધિકારી સામે ફરિયાદ

  • પાણી ભરાવાના કારણે વાહનો પલટી જતા અકસ્માત સર્જાય છે
  • મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા માઉન્ટ આબુમાં ભારે ભીડ જોવા મળી

રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટઆબુમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે પર્વતની વચ્ચેથી પસાર થતા વાદળોને કારણે અદ્દભુત નજારો જામ્યો હતો.ત્યારે રજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા માઉન્ટ આબુમાં ભારે ભીડ જોવા મળી રહી છે. માઉન્ટઆબુની ગિરિમાળામાં વરસાદને કારણે ઝરણા વહેતા થયા છે, અને વનરાજી ખીલી ઉઠી છે.ત્યારે માઉન્ટઆબુના ગુરૂશિખર પરથી માઉન્ટઆબુની ખીણ વિસ્તારમાં વિહરતા વાદળોને કારણે સહેલાણીઓએ જાણે ગગનમાં વિહાર કરતાં હોય તેવો અનુભવ કરી રહ્યા છે. તો વળી નકી લેકમાં પણ નવા નીર આવતા નકી લેકમાંથી પાણી ઓવરફ્લો થઈને વહી રહ્યુ છે.આમ માઉન્ટઆબુમાં હાલમાં વરસાદી માહોલ વચ્ચે સહેલાણીઓ ચોમાસાની ઋતુનો આનંદ માણવા ઉમટી પડતાં હાઉસફુલ થઈ જતાં જાણે મીની કાશ્મીરનો અહેસાસ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર થી આબુ જવાના નેશનલ હાઈવે પર રસ્તામાં રોડ તુટી જવાના અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં બેદરકારીના કારણે પાલનપુર ગાયત્રીમંદિરની સામેથી પસાર થતા સર્વીસ રોડ પર ખાડા પડી જવાથી અને તેમાં પાણી ભરાવાના કારણે વાહનો પલટી જતા અકસ્માત સર્જાય છે.અને વારંવાર ટ્રાફીક જામની સમસ્યાના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા રૂટ ડાયવર્ટની કાર્યવાહી કરવી પડે છે.


  • Follow us on: