- ભારે વરસાદથી આબુ રોડ પર જળબંબાકાર
- નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
- ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યું
વરસાદમાં મોજ માણવા માઉન્ટ આબુ જતાં પહેલા આ સમાચાર ખાસ વાંચો. માઉન્ટ આબુ 9 ઈંચ વરસાદથી જળબંબાકાર થયુ છે. તેમાં ભારે વરસાદથી આબુ રોડ પર નદિ વહી રહી હોય તેવો નજારો જોવા મળ્યો છે. તથા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યું છે
ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યું છે. લૂણીયાપુરા રોડ, દરબાર સ્કૂલ આગળ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. આબુરોડમાં ચોવીસ ક્લાકમાં 6.5 ઇંચ વરસાદ પડતા સમગ્ર આબુરોડ પાણી પાણી થયુ છે. આજ સવારથી બે ક્લાક પડેલ વરસાદે આબુરોડને બેટમાં ફેરવી નાખ્યું છે. આબુરોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી લોકોના ઘરોમાં ભરાઇ જતાં મોટી હાલાકી પડી રહી છે.
બપોર સુધીમાં બનાસ નદીના પાણીમાં આવક વધવાની શક્યતા
આજ બપોર સુધીમાં બનાસ નદીના પાણીમાં આવક વધવાની શક્યતા છે. તેમજ અંબાજી અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે. ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. તેમજ પાણી ભરાતા કાર ડિવાઈડર પર ચઢતા ફસાઈ છે. તથા પોલીસ સ્ટેશન આગળ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ધર્મશાળાના ગેટમાં પણ પાણી ઘૂસ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ વધુ પડવાથી ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે. તંત્ર દ્વારા હજુ સુધી પાણી નિકાલની કોઇ કામગીરી કરવામાં આવી નથી.









