- બંને છાત્રો શાળાએથી છૂટયા બાદ ઘરે પહોંચ્યા ન હતા
- છોટાઉદેપુર ફાયર વિભાગે બંનેના મૃતદેહો શોધી પરિવારને સોંપ્યા
- છોટાઉદેપુર ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લાના દુમાલી ગામ પાસે આવેલી એની નદીમાં બે બાળકો ડૂબી જતાં ફાયર વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા નદીમાંથી બંનેની લાશ મળી આવતાં માતમ છવાયો હતો.
છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામ પાસે આવેલ રેલવે બ્રિજ નીચે એની નદીમાં નહાવા માટે 14 વર્ષના સંદીપ દીપલાભાઈ રાઠવા અને આકાશ સંજય રાઠવા ડૂબી જતાં મોતને ભેટયા હતા. શાળાના દફ્તર નદીની બહાર દેખાતા છોટાઉદેપુર ફાયર વિભાગની ટિમ દ્વારા તપાસ હાથ ધરતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. છોટાઉદેપુરના તેજગઢની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 ના બંને વિદ્યાર્થીઓ ગતરોજ શાળાએથી છૂટી ઘરે નહી પહોંચતાં પરિવાર તથા ગ્રામજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.










