મુંબઇમાં યોજાનારી કોલ્ડપ્લે કોન્સર્ટને જોતા નવી મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ્સમાં આ સપ્તાહાંતે રૂમના બુકિંગ ફુલ થઇ ગયા છે. બ્રિટિશ રોકબેન્ડ કોલ્ડપ્લે નવી મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પોતાની કોન્સર્ટ આયોજિત કરવાનું છે. ત્રણ દિવસની આ કોન્સર્ટ જે શનિવારે શરૂ થઇ હતી તે રવિવાર તેમજ મંગળવારે પણ યોજાશે.


કોન્સર્ટને જોતા ડીવાય પાટિલ સ્ટેડિયમ નજીક આવેલ તમામ ગેસ્ટ એકોમોડેશન્સ આ સપ્તાહાંત માટે સંપૂર્ણપણે બુક થઇ ગયા છે.લોકોના વ્યાપક પ્રતિભાવને જોતા કોલ્ડપ્લે દ્વારા પોતાની કોન્સર્ટ 21 જાન્યુઆરીના રોજ પણ યોજવાની જાહેરાત કરાઇ હતી. સપ્ટેમ્બર 2024માં કોલ્ડપ્લેના ભારત પ્રવાસની જાહેરાત થઇ તેની ગણતરીની મિનિટોમાં જ બુકમાયશો એપ પર કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો ચપોચપ વેચાઇ ગઇ હતી.

લાંબા વિકેન્ડ્સ અથવા નવા વર્ષ જેવા ખાસ પ્રસંગો પર હોટલ્સના ભાડા સામાન્ય રીતે ઊંચા રહેતા હોય છે. જોકે, આ વિકેન્ડમાં નવી મુંબઇમાં કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે હોટલોના રૂમના ભાડા આભને આંબી રહ્યા છે. ડીવાય પાટિલ સ્ટેડિયમના 20 કિલોમીટરના દાયરામાં આવેલી હોટલ્સના રૂમ સંપૂર્ણપણે બુક થઇ ગયા છે અને શનિવારે હોટલ્સે સિંગલ રૂમના 25 હજારથી માંડીને 90 હજાર સુધી ભાડા વસૂલ્યા હતા.

મેકમાયટ્રીપના લિસ્ટિંગ અનુસાર કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજન સ્થળ નજીક આવેલા મેરિયટની કોર્ટયાર્ડ હોટલમાં પણ કોઇ રૂમ ખાલી નથી.

હોટેલ એગ્રીગેટર એપ અગોડા 18 જાન્યુઆરીએ રોકાણ માટે કોર્ટયાર્ડ હોટલમાં બે વ્યક્તિ માટે 88,000 રૂપિયાના દરે રૂમ ઓફર કરી રહ્યું છે. મેકમાય ટ્રીપના લિસ્ટિંગમાં મુંબઇના બાંદરા સ્થિત તાજ એન્ડ્સ લેન્ડમાં 18 જાન્યુઆરીના રોજ સિંગલ નાઇટ માટે સિંગલ રૂમ લગભગ 30 હજારની કિંમતમાં બતાવી રહ્યું હતું.


  • Follow us on: