- અદાણી મુંદ્રાથી પકડાયેલા 21 હજાર કરોડના ડ્રગ્સમાં NIAની ચાર્જશીટ
- અફઘાનિસ્તાનનું હેરોઈન ભારતમાં કેવી રીતે ઘુસાડવું તેનું ષડયંત્ર દુબઈમાં ઘડેલું
- કંપનીઓ ડ્રગ્સની હેરાફેરી કરીને એકત્ર કરેલા નાણાં આંતકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ કરતા
દેશભરમાં ખળભળાટ મચાવનારા રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ ગઇકાલે વધુ 18 આરોપીઓ સામે દાખલ કરેલા ચાર્જશીટમાં રાષ્ટ્રહિત અને સુરક્ષાને લઇ બહુ સંવેદનશીલ અને ચોંકાવનારી હકીકાતોનો ઉલ્લેખ કર્યો છે. જે મુજબ, દરિયાઇ માર્ગે ભારતમાં દાણચોરી કરાયેલા અફ્ઘાન હેરોઇનના વેચાણ દ્વારા એકઠા થયેલું કરોડો-અબજો રૂપિયાનું ભંડોળ લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ્સને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રદાન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના કબજા હેઠળના પાકિસ્તાન સ્થિત ઓપરેટર મોહમ્મદ ઈકબાલ અવાન, દુબઈ સ્થિત વિતેશ કોસર ઉફ્ર્ રાજુ દુબઈ અને તલવાર સહિત 22 વ્યક્તિઓ અને કંપનીઓ ડ્રગ્સની હેરાફેરી કરીને એકત્ર કરેલા નાણાં આંતકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ કરતા હતા.
એનઆઇએ દ્વારા આ કેસમાં દાખલ કરાયેલા ત્રીજા ચાર્જશીટમાં જણાવાયું છે કે, દિલ્હીના હરપ્રીત સિંઘ ઉફ્ર્ કબીર તલવાર કે જે વ્હાઇટ ક્લબ (અગાઉ પ્લેબોય તરીકે ઓળખાતી), જઝબા અને આરએસવીપી સહિત દિલ્હીની લોકપ્રિય નાઇટ ક્લબનો માલિક છે અને જેની ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી, તેણે ભારતમાં અફ્ઘાન હેરોઇનની દાણચોરી કરવા માટે વ્યાપારી વેપાર માર્ગનો ઉપયોગ કરવા માટે દુબઇનો પ્રવાસ કર્યો હતો અને તે તેની કંપનીઓનો ઉપયોગ પ્રતિબંધિત અને રેમીટન્સ મેળવવા માટે કરી રહ્યો હતો. ભારતીય બંદરો (મુન્દ્રા, કોલકાતા)માં હેરોઈનથી ભરેલા કન્સાઈનમેન્ટની આયાત કરવા અને તેની આગળની ડિલિવરી માટે વિદેશી-આધારિત નાર્કોટીક્સ ટ્રેડર્સ દ્વારા સિન્ડિકેટ સભ્યોનું સંગઠિત નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. નવી દિલ્હીના વિવિધ વેરહાઉસમાં. ભારત સ્થિત અફ્ઘાન નાગરિકોનું નેટવર્ક આ વેરહાઉસીસને ભાડે આપવા અને હેરોઈન નવી દિલ્હી પહોંચ્યા પછી તેને પ્રોસેસીંગ/એક્સટ્રેક્ટ કરવા અને વિતરણ કરવા માટે જવાબદાર હતું. અફ્ઘાનિસ્તાનથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો દ્વારા હેરોઈનના ગેરકાયદેસર કન્સાઈનમેન્ટની દાણચોરીનું સંગઠિત ગુનાહિત કાવતરું હતું. ગુનાના આગળ અને પાછળના જોડાણોની તપાસ કરતી વખતે, ડ્રગ્સથી ભરેલા કન્સાઇનમેન્ટની આયાત, સુવિધા અને પરિવહનમાં સામેલ ઓપરેટિવ્સનું સારૂ એવુ ઓઇલ નેટવર્ક બહાર આવ્યું છે. ભારતમાં ફ્લોટ કરાયેલી બહુવિધ નકલી/શેલ ઈમ્પોર્ટ પ્રોપ્રાઈટરશીપ ર્ફ્મ દ્વારા માલસામાનની આયાત કરવામાં આવી હતી, જે બહુવિધ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી,










