અમરેલી જિલ્લાના બગસરામાં આ ડેમની 1954માં કામગીરી શરૂ થયેલ અને 1957માં ડેમની કામગીરી પૂર્ણ થયેલ હતી, જેમાં આ ડેમ કાચી માટી અને પથ્થરનો બનેલ છે અને ક્યાંય સિમેન્ટનો ઉપયોગ થયેલ નથી અને આ ડેમને દરવાજા નથીઅને ઓવરફ્લો થાય ત્યારે આપમેળે પાણીનો નિકાલ થઈ જાય છે અને જે પાણી સાતલડી નદીમાં વહે છે.


[[$googlead]]

આ ડેમ બનતા 9 ગામના ખેડૂતો શિયાળુ તેમજ ઉનાળુ પાક પણ લઈ શકે છે

આ ડેમનો ઘેરાવો 8 કિમિમાં છે અને 2 કેનાલ વાટે 9 ગામોને 600 હેકટરમાં સિંચાઈ માટે આશીર્વાદ છે, શિયાળુ પાકમાં 5 પાણી આપવામાં આવે છે તેમજ આગોતરી વાવણી કરતા ખેડૂતો માટે પણ આશીર્વાદ છે, આ ડેમની કુલ સપાટી 24.50 ફૂટ છે અને હાલમાં 18 ફૂટ પાણીનો જથ્થો છે. આ ડેમને દરવાજા પણ નથી અને ઓવરફ્લો થાય ત્યારે આપોઆપ પાણી નીકળી જાય છે એ ડેમ ભરેલો હોય ત્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ના તળ ઉંચા રહે છે. આ ડેમ બનતા 9 ગામના ખેડૂતો શિયાળુ તેમજ ઉનાળુ પાક પણ લઈ શકે છે, કારણ કે પાણીની ખેંચ રહેતી નથી.

[[$alsoread]]


  • Follow us on: